કેરળના બિઝનેસમેનના પુત્રનું કાર અકસ્માતમાં મોત, ઓવર સ્પીડમાં હતી કાર

  • Share this:
થિરુવનંતપુરમઃ કેરળના એક બિઝનેસમેનના 20 વર્ષીય પુત્રનું ગઇકાલે રાત્રે એક અકસ્માતમાં મોત થયું છે. રિપોર્ટ પ્રમાણે બિઝનેસમેનનો પુત્ર તેની નવી કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. યુવકની કાર પહેલા એક ઓટો રિક્ષા સાથે ટકરાઈ હતી અને બાદમાં તેણે સ્ટિયરિંગ પરથી કંટ્રોલ ગુમાવી દીધો હતો. કાર વધારે પડતી સ્પીડમાં હતી.

કાર ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત ગઈકાલે રાત્રે (ગુરુવારે) 10.45 વાગ્યે થયો હતો. અકસ્માતમાં બ્રાન્ડ ન્યૂ સ્કોડા કાર પડીકું વળી ગઈ હતી.

ફાયરબ્રિગેડના લોકોએ કારને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિલાઓને સારવાર માટે ખસેડાઈ હતી, જ્યારે કાર ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. કારમાં ટેમ્પરરી નંબર લાગેલો હતો.
First published: