Home /News /national-international /Mercedes-Benz Gift: 22 વર્ષથી કંપનીમાં નોકરી કરતા કર્મચારીને માલિકે ભેટમાં આપી મર્સિડીઝ બેન્ઝ SUV

Mercedes-Benz Gift: 22 વર્ષથી કંપનીમાં નોકરી કરતા કર્મચારીને માલિકે ભેટમાં આપી મર્સિડીઝ બેન્ઝ SUV

વફાદારીનું ઇનામ.

Boss gift Mercedes-Benz to employee: આ પ્રથમ વખત નથી જ્યારે બિઝનેસમેન અને MyG કંપનીના માલિક એ.કે. શાજી (AK Shaji)એ પોતાના કર્મચારીઓને વફાદારી માટે ઇનામ આપ્યું હોય. બે વર્ષ પહેલા પણ તેમણે છ કર્મચારીઓને કારની ભેટ આપી હતી.

    કોઝિકોડ, કેરળ: કેરળમાં એક વ્યક્તિને પોતાના જીવનમાં સૌથી વધારે આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેને બૉસે તેને ભેટમાં મર્સિડીઝ બેન્ઝ કાર ભેટમાં આપી. કર્મચારી છેલ્લા 22 વર્ષથી કંપનીમાં નોકરી કરે છે. બિઝનેસમેન એકે શાજી (AK Shaji) સાથે કામ કરતા સીઆર અનીશ (CR Anish)ને પોતાની વફાદારી માટે આ ઇનામ મળ્યું છે. માલિકે તેમને મર્સિડીઝ-બેન્ઝ જીએલએ ક્લાસ 220 ડી (Mercedes-Benz GLA Class 220 d) કાર ભેટમાં આપી છે. શાજી ડિજિટલ રિટેલ સ્ટોર MyGના માલિક છે. અનીશ કંપનીના મુખ્ય બિઝનેસ વિકાસ અધિકારી છે.

    'તે કર્મચારી નહીં, ભાગીદાર'

    બિઝનેસમેન એકે શાજીએ પોતાના કર્મચારી અને તેમના પરિવારને કાળા રંગની લક્ઝરી એસયૂવી ભેટમાં આપતા ઇન્સ્ટાગ્રમ પર લખ્યું છે કે, "પ્રિય અની, છેલ્લા 22 વર્ષથી તમે મારી સાથે એક મજબૂત સ્તંભ બનીને ઊભા છો. આશા રાખું છું કે તેમને નવો ક્રૂઝિંગ પાર્ટનર પસંદ પડશે."

    શાજીએ MyGના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે એક કાર્યક્રમ દરમિયાન અનીશને આશ્ચર્યચકિત કરતા કહ્યુ કે, "અમે ભાગીદાર છીએ, તે કર્મચારી નથી. હું ખૂબ ખુશ છું. આ ગર્વની ક્ષણ છે. અની છેલ્લા 22 વર્ષથી મારી સાથે છે. આશા રાખું છું કે અમે આ વર્ષે અમારા ભાગીદારોને હજુ વધારે કાર આપી શકીએ."

    શાજીએ આ પહેલા પણ ભેટમાં આપી છે કાર

    અનીશ MyGની સ્થાપનાના ઘણા સમય પહેલાથી શાજી સાથે જોડાયેલા છે. અનીશે કંપનીના અનેક યુનિટ્સમાં કામ કર્યું છે. જેમાં માર્કેટિંગ, મેઇન્ટેનન્સ અને ડેવલપમેન્ટ યૂનિટ સામેલ છે. અનીશ ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લામાં રહે છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે બિઝનેસમેન એકે શાજીએ પોતાના કર્મચારીઓને કોઈ ભેટ આપી હોય. બે વર્ષ પહેલા શાજીએ પોતાના છ કર્મચારીઓને કાર ભેટમાં આપી હતી. આ પ્રસંગે ભાવુક થયેલા અનીશે કહ્યુ કે, "આ બધુ તમારા સમર્થનને પગલે થયું છે. મને આશા છે કે તમે ભવિષ્યમાં પણ મારી સાથે રહેશે."








    View this post on Instagram






    A post shared by Shaji Ak (@shaji_ak)






    સવજી ધોળકિયા કાર આપવા માટે જાણીતા

    ઉલ્લેખનીય છે કે ગુજરાતના હીરા વેપારી સવજી ધોળકિયા (Savji Dholakia) પોતાના કર્મચારીઓને કિંમતી ભેટ આપવા માટે જાણીતા છે. તેમણે પોતાના કર્મચારીઓને કાર અને મકાન પણ ભેટમાં આપ્યા છે. 2018ના વર્ષમાં તેમણે પોતાના કર્મચારીઓને 600 કાર દિવાળી ભેટ તરીકે આપી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, કાર, કેરલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन