'પત્ની પરમાણું અને મંડપ છે પ્રયોગશાળા', ધ્યાનથી જુઓ આ લગ્નની કંકોત્રી છે!

  • Share this:
    કેરળના એક નવ દંપત્તીએ પોતાના લગ્નનું કાર્ડ એટલું રોચક બનાવ્યું કે ટૂંક સમયમાં જ તે વાયરલ થઇ ગયું. ત્યાં સુધી કે જાણીતા પોલિટિશ્યન શશી થરૂર પણ રિટ્વીટ કરવાથી રોકી ન શક્યા. આ કાર્ડ કેમિસ્ટ્રી અને ફિઝિક્સના સિમ્બોલથી સમજાવવામાં આવ્યું કે ખરેખર લગ્ન છે શું.

    અહીં ક્લિક કરી વાંચો શિક્ષકોના ગ્રુપમાં એક શિક્ષકે અશ્લીલ વીડિયો મૂકી દેતા ખળભળાટ

    આ અનોખું કાર્ડ સૂર્યા અને વિથુન નામના નવ દંપત્તીના લગ્નનું છે. આ બંને પોતાના લગ્નનું કાર્ડ મજેદાર બનાવવા ઇચ્છતા હતા. આ દરમિયાન તેને આઇડિયા આવ્યો કે સાઇન્ટિફિક રીતે પોતાનું લગ્નનું કાર્ડ બનાવવું જોઇએ. કાર્ડ પર દુલ્હા-દુલ્હને પોતાને પરમાણુ નામથી પરિચિત કરાવ્યા, જેનો સિમ્બોલ હતો Sa અને Vn.





    તો કાર્ડમાં મહેમાનોને બોલાવવા માટે નોટમાં બંનેએ લખ્યું કે બે પરમાણું વિથુન અને સૂર્યા બંને પોત-પોતાના માતા-પિતાની એક્ટિવેશન એનર્જીથી અણુ બનવાનું નક્કી કર્યું છે. તો લગ્નની તારીખને કાર્ડ પર રિએક્શન લખ્યું અને વેન્યૂ એટલે લગ્નમંડપને પ્રયોગશાળા ગણાવી હતી. એટલું જ નહીં પરસ્પરના પ્રેમને કાર્ડ પર ડાયાગ્રામ બનાવી દુનિયાને દેખાડ્યું.





    આ સાઇન્સની કેમિસ્ટ્રી અને બાયોલોજીને જોઇ કોંગ્રેસ નેતા શશી શરુર કાયલ થઇ ગયા અને તેઓએ નવદંપત્તીને બધાઇ આપતા લખ્યું કે તમારું આ કાર્ડ ખૂબ જ રોકચ છે.



    Published by:Sanjay Vaghela
    First published: