Home /News /national-international /ભગવાન માટે દેશનું આ એરપોર્ટ વર્ષમાં બે વખત 5 કલાક બંધ રહે છે, આ છે માન્યતા

ભગવાન માટે દેશનું આ એરપોર્ટ વર્ષમાં બે વખત 5 કલાક બંધ રહે છે, આ છે માન્યતા

આ એરપોર્ટ વર્ષોથી બે દિવસ દરમિયાન બંધ રહે છે. (ફોટ-ન્યુઝ-18)

Kerala airport to remain closed:તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ 'ભગવાન વિષ્ણુને સ્નાન' કરવા માટે રનવે પરથી પસાર થતી શોભાયાત્રાને કારણે મંગળવારે બપોરે પાંચ કલાક માટે તેની ફ્લાઇટ સેવાઓને અટકાવશે. પ્રસિદ્ધ પદ્મનાભ સ્વામી મંદિરની વર્ષો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દર વર્ષે બે વાર તેની ફ્લાઈટ શેડ્યૂલ બદલે છે. મંદિરની આ શોભાયાત્રા અહીંના રનવે નજીકથી પસાર થાય છે.

વધુ જુઓ ...
    તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ 'ભગવાન વિષ્ણુને સ્નાન' કરવા માટે રનવે પરથી પસાર થતી શોભાયાત્રાને કારણે મંગળવારે બપોરે પાંચ કલાક માટે તેની ફ્લાઇટ સેવાઓને અટકાવશે. પ્રસિદ્ધ પદ્મનાભ સ્વામી મંદિરની વર્ષો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દર વર્ષે બે વાર તેની ફ્લાઈટ શેડ્યૂલ બદલે છે. મંદિરની આ શોભાયાત્રા અહીંના રનવે નજીકથી પસાર થાય છે. આલાપસી ઉત્સવ મંગળવારના રોજ "અરટ્ટૂ" શોભાયાત્રા સાથે સમાપ્ત થશે. એરપોર્ટ સત્તાવાળાઓએ અહીં જણાવ્યું હતું કે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પાંચ કલાક માટે ફ્લાઈટ સેવાઓ બંધ રહેશે.

    અદાણી ગ્રુપે ગત વર્ષે આ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે

    આ પરંપરા ખાતર એરપોર્ટ બંધ કરવાની આ પ્રથા દાયકાઓથી ચાલી રહી છે અને ગયા વર્ષે અદાણી જૂથે એરપોર્ટનું સંચાલન સંભાળ્યું તે પછી પણ તે બંધ થઈ નથી. એક નિવેદનમાં એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, "શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની વર્ષો જૂની પરંપરાના સંચાલન માટે અલાપસી અરાટ્ટુ શોભાયાત્રાના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવેમાંથી પસાર થવા માટે સાંજે 4 થી 9 વાગ્યા સુધીની ફ્લાઇટ સેવાઓ 1 નવેમ્બર 2022ના રોજ બંધ રહેશે. આ દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃVideo: કેરળની દુલ્હને ખાડાથી ભરચક રોડ પર વેડિંગ ફોટોશૂટ કરાવ્યું, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

    10 ફ્લાઈટ્સના શેડ્યુલ બદલાયા

    એરપોર્ટના એક સૂત્રએ જણાવ્યું કે ઓછામાં ઓછી 10 ફ્લાઈટ્સનું શેડ્યૂલ બદલાઈ ગયું છે. રનવેની નજીક અરટ્ટૂ મંડપ છે, જ્યાં મંદિરની મૂર્તિઓને ધાર્મિક વિધિ તરીકે શોભાયાત્રા દરમિયાન થોડા સમય માટે રાખવામાં આવે છે. અમે આ અત્યંત શુદ્ધતા સાથે કરી રહ્યા છીએ. અમે પરંપરાગત શોભાયાત્રા માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ. એરલાઇન્સ પણ સંપૂર્ણ સહકાર આપી રહી છે. મંદિરની પરંપરા મુજબ મંદિરના દેવી-દેવતાઓની મૂર્તિઓને વર્ષમાં બે વાર એરપોર્ટની પાછળ આવેલા સમુદ્રમાં સ્નાન કરવા માટે લઈ જવામાં આવે છે. 1992માં એરપોર્ટ બન્યા પહેલા પણ આ શોભાયાત્રા આ માર્ગ પરથી પસાર થતી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: 7 indian airports, Airports, Keral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन