Quelea Killing in Kenya: ક્વેલિયા વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું પક્ષી પ્રજાતિ છે, જેને ‘પાંખવાળા તિત્તીધોડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેલિયા હંમેશા ટોળાઓમાં રહે છે અને તેમની વિચરતી વસાહતમાં 30 મિલિયન પક્ષીઓ હોઈ શકે છે. આ નાના પક્ષીઓ ઘઉં, જવ, ચોખા, સૂરજમુખી અને મકાઈ જેવા પાક ખાય છે.
નૈરોબી: કેન્યાની સરકારે ક્વેલિયા નામના નાના લાલ ચાંચવાળા પક્ષી સામે અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સરકારે 60 લાખ પક્ષીઓને મારવાનું લક્ષ્ય રાખ્યું છે. તે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું પક્ષી પ્રજાતિ છે, જેને ‘પાંખવાળા તિત્તીધોડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેલિયા હંમેશા ટોળાઓમાં રહે છે અને તેમની વિચરતી વસાહતમાં 30 મિલિયન પક્ષીઓ હોઈ શકે છે. આ નાના પક્ષીઓ ઘઉં, જવ, ચોખા, સૂરજમુખી અને મકાઈ જેવા પાક ખાય છે અને આ કારણે જ તેમને મારવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે.
વાસ્તવમાં આફ્રિકા ખંડના પૂર્વીય દેશો જેમ કે સોમાલિયા, ઇથોપિયા, એરિટ્રિયા, જીબુટી, સુદાન, કેન્યા અને દક્ષિણ સુદાન જેવા આફ્રિકા મહાદ્વીપના પૂર્વીય દેશના ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ દુષ્કાળના કારણે લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ભયંકર દુષ્કાળના કારણે ઘાસના મેદાનો સાવ સ્વચ્છ બની ગયા છે. આ ઘાસના બીજ ક્વેલિયા પક્ષીઓનો મુખ્ય ખોરાક સ્ત્રોત છે. આવી સ્થિતિમાં ઘાસ ખતમ થયા બાદ હવે આ પક્ષીઓ ઝડપથી અનાજના ખેતરો પર હુમલો કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પક્ષીઓ અત્યાર સુધીમાં કેન્યામાં 300 એકર ચોખાનો પાક ખાઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના દ્વારા કહેવામાં આવ્યું છે કે, 20 લાખ ક્વેનિયા પક્ષીઓનું ટોળું એક દિવસમાં 50 ટન અનાજ ખાઈ શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ કેન્યાના ખેડૂતોએ આ પક્ષીઓના કારણે લગભગ 60 ટન અનાજ ગુમાવ્યું છે. આ કારણોસર આ પક્ષીઓને મારવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આફ્રિકામાં જંતુઓ સામે લડવા માટે ફેન્થિઓનનો છંટકાવ એ પસંદગીની પદ્ધતિ છે. સંશોધકોએ આ જંતુનાશકને ‘માણસો અને અન્ય જીવો માટે ઝેરી’ ગણાવ્યું છે. મીડિયા અહેવાલોમાં નિષ્ણાતોએ લાલ-બિલવાળા ક્વેલિયાને મારવા માટે ફેન્થિયનના ઉપયોગ સામે ચેતવણી આપી છે.
અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયનએ કેન્યા બર્ડ્સ ઑફ પ્રી ટ્રસ્ટના ડિરેક્ટર સિમોન થોમસેટને ટાંકીને કહ્યું, ‘રેપ્ટર કન્ઝર્વેશન બાજુના લોકો ફેન્થિયનના છંટકાવ વિશે ખૂબ જ ચિંતિત છે. આજે બધા રેપ્ટર્સ (કેન્યામાં) જોખમમાં છે. આપણે એ પણ જોવાનું છે કે છેલ્લા 60 થી 70 વર્ષમાં છંટકાવ કેટલો અસરકારક રહ્યો છે?
ઘણા આફ્રિકન દેશોમાં ક્વેલિયા પર વારંવાર હુમલા થયા છે. ગયા વર્ષે જ્યારે તાંઝાનિયામાં 20 મિલિયનથી વધુ ક્વેલિયા પક્ષીઓએ પાક પર હુમલો કર્યો હતો. ત્યારે સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને જંતુનાશક છંટકાવ, દેખરેખ અને ક્ષમતા નિર્માણમાં મદદ કરવા માટે તાંઝાનિયા સરકારને $500,000 આપ્યા.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર