મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, 23 એમબીએસ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, થઇ ચૂક્યું છે વેક્સીનેશન

મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ (પ્રતિકાત્મક તસવીર)

Corona Positive- મુંબઈમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે

  • Share this:
    મુંબઈ : મુંબઈની કેઇએમ હોસ્પિટલના (kem hospital mumbai) 23 એમબીએસ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી (Mumbai 23 MBBS Student Corona Positive) આવ્યા છે. આ બધા વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીનનો (Vaccination)ઓછામાં ઓછી એક ડોઝ લીધો હતો. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે 23 વિદ્યાર્થીઓમાંથી કેટલાકમાં કોરોનાના નબળા લક્ષણો જોવા મળ્યો તો કેટલાકમાં ગંભીર લક્ષણો સામે આવ્યા છે. બે વિદ્યાર્થીઓને સારવાર માટે સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

    મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે સંક્રમણનો આ મામલો કોલેજની અંદર થયેલા કોઇ સાંસ્કૃતિક કાર્યક્રમ કે સ્પોર્ટ્સ સમારોહનું પરિણામ છે. કેઇએમ હોસ્પિટલ મુંબઈની મોટી હોસ્પિટલોમાંથી એક છે. આ હોસ્પિટલ પર કોરોના વોરિયર્સનું સન્માન કરતા વાયુસેનાએ ફૂલોનો વરસાદ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે મુંબઈમાં નવા 3187 કેસ સામે આવ્યા છે અને 49 દર્દીઓના મોત થયા છે.

    આ પણ વાંચો - પ્રાઇવેટ પાર્ટમાં ગોલ્ડ પેસ્ટ સંતાડીને દિલ્હી લાવવા માંગતો હતો તસ્કર, આવી રીતે ઝડપાયો

    મહારાષ્ટ્રમાં વધી રહ્યો છે કોરોના સંક્રમણનો આંકડો

    જો વાત મહારાષ્ટ્રની કરવામાં આવે તો બુધવારે 5560 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 163 કોરોના દર્દીના મોત થયા છે. સૌથી વધારે મોત પૂણે ક્ષેત્રમાં થયા છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે 6944 દર્દીઓ સ્વસ્થ થયા છે. સંક્રમણમાંથી મુક્ત થનાર લોકોની સંખ્યા 61,66,620 પર પહોંચી ગઈ છે.

    દેશમાં 23,529 નવા કેસ

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,529 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 311 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,37,39,980 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 88,34,70,578 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 65,34,306 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: