Home /News /national-international /

બાળકીઓ પર રેપના કેસમાં મોતની સજા અંગે કાયદામાં સુધારો કરીશું: કેજરીવાલ

બાળકીઓ પર રેપના કેસમાં મોતની સજા અંગે કાયદામાં સુધારો કરીશું: કેજરીવાલ

    કઠુઆ અને ઉન્નાવ બળાત્કારના કેસને લઈને દેશમાં લોકોના આક્રોશ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે તેની સરકાર બાળકીઓ પર બળાત્કારના કેસમાં મોતની સજા માટે કાયદામાં સુધારો કરશે. તેમણે કહ્યું કે વિધાનસભાના આગામી સત્રમાં આ અંગે જરૂરી પગલાં ભરવામાં આવશે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, મહિલાઓ સામે અત્યાચારના કેસમાં છ મહિનાની અંદર જ સુનાવણી પૂર્ણ થઈ શકે તે માટે ફાસ્ટટ્રેક અદાલતોની રચના કરવામાં આવશે.

    કેજરીવાલે ઉન્નાવ અને કઠુઆ બળાત્કાર કેસમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આરોપીઓનો સંબંધ જ્યારે સત્તાધારી પક્ષ સાથે હોય ત્યારે આખા તંત્રને તેમના બચાવવા માટે લગાડી દેવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા બિલ પસાર કરવામાં આવ્યા અને કેન્દ્રને મોકલવામાં આવ્યા છે તેમાંથી કોઈને મંજૂરી નથી મળી. અમે આ સુધારાઓને કેન્દ્ર સરકારને મોકલીશું. હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે આને પસાર કરવામાં આવે જેના કારણે મહિલાઓને સુરક્ષા પૂરી પાડી શકાય તેમજ તેમને ત્વરિત ન્યાય મળી શકે.

    કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટને પણ અપીલ કરી છે કે તે મોટી સંખ્યામાં ફાસ્ટટ્રેક કોર્ટની મંજૂરી આપે જેનાથી મહિલાઓ સામે અત્યાચારના કેસ છ મહિનાની અંદર પૂરા કરી શકાય. કેજરીવાલ રવિવારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલને ઉપવાસ માટે તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. સ્વાતિ માલીવાલ મહિલાઓ વિરુદ્ધ અપરાધના વિરોધમાં અનિશ્ચિ્તકાળના ઉપવાસ પર બેઠા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Death Penalty, અરવિંદ કેજરીવાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन