Home /News /national-international /

લોકસભા ચૂંટણી: અરવિંદ કેજરીવાલે કહ્યુ, મોદી ભક્ત ક્યારેય દેશ ભક્ત ન હોઈ શકે

લોકસભા ચૂંટણી: અરવિંદ કેજરીવાલે કહ્યુ, મોદી ભક્ત ક્યારેય દેશ ભક્ત ન હોઈ શકે

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

અરવિંદ કેજરીવાલના આ ટ્વીટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ પર હુમલો કરતા જણાવ્યું હતું કે કેજરીવાલે દેશનું અપમાન કર્યુ છે.

  ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે આજે દિલ્હીની મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશભક્તિ પર સવાલો સર્જ્યા છે.

  અરવિંદ કેજરીવાલે કરેલા એક ટ્વીટના કારણે રાજકારણ ગરમાયું છે. કેજરીવાલે ટ્વીટ કર્યુ, 'મોદી ભક્ત ક્યારેય દેશ ભક્ત ન હોઈ શકે. હવે સમય આવી ગયો છે, તમારે નક્કી કરવાનું છે કે તમે મોદી ભકત છો, કે દેશ ભક્ત? '

  અરવિંદ કેજરીવાલના આ ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે, ભાજપે કહ્યું કે કેજરીવાલે વડા પ્રધાનનું નહીં પરંતુ દેશનું અપમાન કર્યુ છે.

  કેજરીવાલના ટ્વીટ પર શરૂ થયેલી માથાકુટ શાંત પડી નહોતી ત્યાં તેમણે બીજું ટ્વીટ કરીને દિલ્હીમાં કેન્દ્ર સરકારે સ્કૂલ બનતી અટકાવી હોવાનો આક્ષેપ કર્યો. તેમણે ટ્વીટ કર્યુ કે ' મોદી સરકાર દિલ્હીમાં સ્કૂલ બનતા અટકાવી રહી છે. લડાઈ બાદ હવે 11,000 ખંડોનું નિર્માણ શરૂ થયું છે. જો તમે તમારા બાળકોને પ્રેમ કરતા હોવ તો આમ આદમી પાર્ટીને વોટ આપજો.'  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સુત્રોના મતે આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે
  Published by:Jay Mishra
  First published:

  Tags: Social media, અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, વિવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन