કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં એકલા-અટુલા જોવા મળ્યા કેજરીવાલ

News18 Gujarati
Updated: May 24, 2018, 8:50 AM IST
કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં એકલા-અટુલા જોવા મળ્યા કેજરીવાલ

  • Share this:
એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં તમામ વિપક્ષ પાર્ટીઓ એક મંચ પર એકજુટ જોવા મળી. માયાવાતી અને સોનિયા ગાંધીની ગળે મળતી તસવીર તો ટીવી સ્ક્રીન અને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ. માયાવતિના વિરોધી રહેલા અખિલેશ યાદવ પણ તેમની સાથે ઊભા રહીને હસતા જોવા મળ્યા. પરંતુ આ બધાં વચ્ચે અરવિંદ કેજરીવાલ પણ અલગ જોવા મળ્યા.

વિરોધ પક્ષોની બીજેપી સામે એકઝુટ થવાની આ મુહિમમાં અરેવિંદ કેજરીવાલનું નામ ઓછુ જ સાંભળવા મળ્યુ. જો કે છેલ્લા અઠવાડિયામાં એચ.ડી. સ્વામીએ તેમને શપક્ષગ્રહણ  સમારોહમાં સામેલ થવા પર ફોન કર્યો.

કેજરીવાલ બીજી વખત દક્ષિણ ભારત ગયા હતા. પહેલીવાર તો ફેબ્રુઆરીમાં તેના મિત્ર કમલ હાસનની પાર્ટી 'મક્કલ નિતિ મ્યયમ' ની સ્થાપના સમયે આવ્યા હતા. એવું લાગી રહ્યુ હતુ કે તેમના એકમાત્ર મિત્ર મમતા બેનર્જી જ હતા. તેઓ કેમેરા સામે થોડો સમય આવ્યા અને ત્યારબાદ પાછળ ચાલ્યા ગયા. જ્યારે માયાવાતી અખિલેશ અને રાહુલ ગાંધી સાથે મંચ પર આવ્યા તો તે તેમની સાથે ન હતા.

હાલમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે તે આગામી ઉત્તરપ્રદેશની કેરાના અને નૂરપુરની વિધાનસભાના ઉપચૂંટણીમાં સંયુક્ત વિરોધ પક્ષનો સાથ આપશે. ગયા વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ આ જ કર્યુ હતુ. જ્યારે 2017ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીજેપીના વિરોધ પક્ષના ઉમેદવાર મીરા કુમારનું સમર્થન તેમણે કર્યુ હતું.
First published: May 24, 2018, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading