Home /News /national-international /

AAPમાં જોડાઈ શકે છે નવજોત સિદ્ધુ, કેજરીવાલે કહ્યું- તેમનું સ્વાગત છે

AAPમાં જોડાઈ શકે છે નવજોત સિદ્ધુ, કેજરીવાલે કહ્યું- તેમનું સ્વાગત છે

કૉંગ્રેસમાંથી સાઇડ લાઇન થયેલા સિદ્ધુ અને પ્રશાંત કિશોર વચ્ચે AAPમાં જોડાવા અંગે થઈ રહી છે ચર્ચા

કૉંગ્રેસમાંથી સાઇડ લાઇન થયેલા સિદ્ધુ અને પ્રશાંત કિશોર વચ્ચે AAPમાં જોડાવા અંગે થઈ રહી છે ચર્ચા

  નવી દિલ્હીઃ ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. હાલ તેઓ કૉંગ્રેસમાં છે. ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ચીફ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ કહ્યું કે જો સિદ્ધુ તેમની પાર્ટીમાં સામેલ થવા માંગે છે તો તેમનું સ્વાગત કરશે. તેઓએ આ વાત ન્યૂઝ18 ઈન્ડિયાના કૉનક્લેવમાં કહી.

  કેજરીવાલે શું કહ્યું?

  કેજરીવાલને સિદ્ધુ વિશે પૂછવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીમાં તેમના જોડાવાની વાતો ચાલી રહી છે તો આ સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે, અમારી પાર્ટીમાં તેમનું સ્વાગત છે. કેજરીવાલને એવું પણ પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટી તરફથી સિદ્ધુ સાથે કોઈ વાતચીત કરવામાં આવી છે? તો કેજરીવાલે કહ્યું કે કોરોના વાયરસના સંકટના સમયમાં જો કોઈ નેતા સાથે રાજનીતિ મુદ્દે સવાલ પૂછવામાં આવે તો તે વધુ વિસ્તારથી કંઈ નહીં જણાવી શકે.

  પ્રશાંત કિશોર કરી રહ્યા છે વાત

  એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પંજાબ વિધાન સભા ચૂંટણી પહેલા સિદ્ધુ AAPમાં સામેલ થઈ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સંદર્ભમાં સિદ્ધુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે વાતચીત કરી રહ્યા છે. નોંધનીય છે કે ગત વિધાનસભા ચૂંટણી પહેલા પણ સિદ્ધુ AAPમાં સામેલ થવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ તે સમયે મુખ્યમંત્રી પદને લઈ વાત જામી નહોતી. ત્યારબાદ સિદ્ધુ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. તેમને કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર વધારીને આટલી કરી શકે છે સરકાર, ટાસ્ક ફોર્સની રચના  કૉંગ્રેસમાંથી સાઇડલાઇન!

  નવજોત સિંહ સિદ્ધુ વર્ષ 2017માં બીજેપી છોડીને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કૉંગ્રેસે તેમને કેબિનેટમાં પણ સ્થાન આપ્યું હતું. પરંતુ બાદમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમનું મંત્રી પદ છીનવી લીધું હતું. ત્યારબાદથી સિદ્ધુ પાર્ટીમાં એકલા પડી ગયા છે. હાલમાં તેઓ યૂટ્યૂબ ચેનલના માધ્યમથી જનતા સાથે વાતો મૂકતા રહે છે.

  ભગવંત માન છે સિદ્ધુના પક્ષમાં

  આ વર્ષે માર્ચમાં AAP પંજાબ યૂનિટના પ્રમુખ ભગવંત માને કહ્યું હતું કે જો સિદ્ધુ તેમની પાર્ટીમાં સામેલ થાય છે તો તેઓ સૌથી પહેલા તેમનું સ્વાગત કરશે. કૉંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં શિરોમણી અકાલી દલ અને બીજેપીને હરાવીને સત્તા મેળવી હતી. પંજાબની 117 સભ્યોવાળી વિધાનસભામાં કૉંગ્રેસે 77 સીટો જીતી, ત્યારબાદ પહેલીવાર AAPએ અહીં 20 સીટ જીતી. બીજી તરફ શિરોમણી અકાલી દલને 15 એન ભાજપને માત્ર 3 સીટ પણ જીત મળી હતી.

  આ પણ વાંચો, સ્કોર્પિયોના ડ્રાઇવરને ઝોકું આવતાં ટ્રક સાથે થઈ ભીષણ ટક્કર, 9 લોકોનાં મોત
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Navjot Singh Sidhu, Prashant Kishore, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, દિલ્હી, પંજાબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन