'હું અરવિંદ...' અને ત્રીજી વાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા કેજરીવાલ

News18 Gujarati
Updated: February 16, 2020, 12:37 PM IST
'હું અરવિંદ...' અને ત્રીજી વાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા કેજરીવાલ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલે ત્રીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલે ત્રીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા

  • Share this:
નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) રવિવારે સતત ત્રીજી વાર દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન પર કેજરીવાલની સાથે 6 ધારાસભ્યો પણ શપથ લીધા. આ પહેલા તેઓએ 2013 અને 2015માં પણ ચૂંટણીમાં જીત નોંધાવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો પર જીત નોંધાવી છે.

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈસલે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાએ શપથ ગ્રહણ કર્યા. આ શપથગ્રહણમાં સામેલ થવા અસંખ્ય દિલ્હીવાસીઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહ્યા.

કેજરીવાલની સાથે કોણે-કોણે લીધી શપથ?

અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સતેંન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ લીધા.શપથ ગ્રહણ સમારોહમાં '50 નાયક'ને આમંત્રણ

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 50 એવા નાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓએ પોતાના આપબળે દિલ્હીની તસવીર બદલવાનું બીડું ઉપાડ્યું છે. તેઓ સાધારણ લોકો છે, પરંતુ તેઓએ પોતાની અસાધારણ ઈચ્છાશક્તિથી દિલ્હીમાં પરિવર્તનનો પાયો નાંખ્યો છે.કેજરીવાલ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નાના બાળકો અરવિંદ કેજરીવાલની વેશભૂષમાં પણ જોવા મળ્યા. આ ઉપરાંત દિલ્હીના અનેક ભાગોગી આપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ.આ પણ વાંચો, 2632 દિવસ જૂની આમ આદમી પાર્ટીએ કેવી રીતે લગાવી જીતની હેટ્રિક?
First published: February 16, 2020, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading