Home /News /national-international /AAP Leaders in Jalandhar: અરવિંદ કેજરીવાલે 3 હજારનો સૂપ પીધો, ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાકના રોકાણનું બિલ 2.18 લાખ આપ્યું!

AAP Leaders in Jalandhar: અરવિંદ કેજરીવાલે 3 હજારનો સૂપ પીધો, ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાકના રોકાણનું બિલ 2.18 લાખ આપ્યું!

અરવિંદ કેજરીવાલે 15 જૂને જાલંધરથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ સુધી વોલ્વો બસનું લોકાર્પણ કર્યુ હતુ - ફાઇલ તસવીર

AAP leaders in Jalandhar: 15 જૂને પંજાબમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાલંધરથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ સુધી લક્ઝુરિયસ વોલ્વો બસનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે એક ફોરસ્ટાર હોટેલમાં રોકાણ કર્યું હતું. ત્યારે હોટેલે લાખો રૂપિયાનું બિલ જિલ્લા પ્રશાસનને સોંપ્યું છે.

વધુ જુઓ ...
    ફરિદકોટઃ શહેરની એક ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાક માટેના રોકાણની વ્યવસ્થા બદલ સરકારને 2.18 લાખનું બિલ પકડાવ્યું છે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત અન્ય કેટલાક સિનિયર નેતાઓ સામેલ હતા. 15 જૂને કેજરીવાલે જાલંધરથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ સુધી લક્ઝુરિયસ વોલ્વો બસનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે તેઓ આ હોટેલમાં રોકાયા હતા. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આ મામલે આરટીઆઈ કરી માહિતી મેળવી હતી. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જાલંધર પ્રશાસનને કેવી રીતે બિલને ભરપાઈ કરવું તે પડકારરૂપ લાગી રહ્યુ છે. મહત્ત્વનું છે કે, આ બિલની તસવીર સામે આવી હતી. જેમાં એક સૂપની કિંમત 3059 રૂપિયા બતાવવામાં આવી છે.

    RTI એક્ટિવિસ્ટે માહિતી આપી


    RTI એક્ટિવિસ્ટ જસપાલ માને આ મામલે આરટીઆઈ દાખલ કરી માહિતી મેળવી હતી. ત્યારે જાલંધર જિલ્લા પ્રશાસને માત્ર હોટેલના બિલની જ માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હોટેલે 2.18 લાખનું બિલ ફટકાર્યું છે. જેમાં 1.37 લાખ રૂપિયા છ રૂમના, 80,712 રૂપિયા 38 લંચ બોક્સના ગણ્યાં છે. આ સિવાય દિલ્હીના આપના મંત્રી રામ કુમાર ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ 50,902 રૂપિયા ગણવામાં આવ્યો છે. વધુમાં અરવિંદ કેજરીવાલના રૂમ અને સર્વિસનો ચાર્જ 17,788 રૂપિયા, ભગવંત માનના રૂમ અને સર્વિસનો ચાર્જ 22,836 રૂપિયા, દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન મંત્રી કૈલાસ ગેહલોતના રૂમ અને સર્વિસનો ચાર્જ 15,460 રૂપિયા, પર્વેશ ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ 22,416 રૂપિયા અને દિલ્હીના મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીના રૂમ અને સર્વિસનો ચાર્જ 8,602 રૂપિયા ગણ્યો છે.

    આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલનો દાવો, દિલ્હી સરકારને પછાડવા 800 કરોડ છે

    આ મામલે જિલ્લા પ્રશાસનને કોઈ જાણકારી નથીઃ ડે.કમિશનર


    ઉલ્લેખનીય છે કે, આપના નેતાઓ જે હોટેલમાં રોકાયા હતા, ત્યાંથી સરકારી અતિથિ ભવન ખૂબ જ નજીક હતો. છતાં પણ લક્ઝુરિયસ સવલતો મેળવવા માટે નેતાઓ ફોર સ્ટાર હોટેલમાં રોકાયા હતા. આ મામલે જાલંધરના ડેપ્યૂટી કમિશનર જસપ્રીત સિંઘે જણાવ્યુ હતુ કે, ‘જુલાઇમાં જ તેઓની અહીં બદલી કરવામાં આવી છે અને આ બિલ અંગે તેમને કોઈ જાણકારી નથી. હું આ મામલે જવાબદાર અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને જણાવી શકીશ.’ આપના પ્રવક્તા માલવિંદર કાંગે જણાવ્યું હતું કે, ‘આ મામલે તેમને કોઇપણ જાણકારી નથી. હું અધિકારીઓ સાથે વાત કરીને જણાવીશ.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: AAP news, AAP Party, Aarvind kejriwal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन