Home /News /national-international /અરવિંદ કેજરીવાલ 'કૃષ્ણ' સાથે AAPની સરખામણી કરી, કહ્યું- દૈવીય હસ્તક્ષેપથી બની છે આ પાર્ટી

અરવિંદ કેજરીવાલ 'કૃષ્ણ' સાથે AAPની સરખામણી કરી, કહ્યું- દૈવીય હસ્તક્ષેપથી બની છે આ પાર્ટી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી(AAP) 2012માં ભગવાનના હસ્તક્ષેપના કારણે જ અસતિત્વમાં આવી છે. તે ભગવાન કૃષ્ણની જેમ ભષ્ટ્રાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મોટા રાક્ષસોનો વધ કરી રહી છે. તેમણે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત પોતાની પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય સમ્મેલનમાં કહ્યું કે 26 નવેમ્બર 2012ના રોજ AAPની સ્થાપના, 1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવ્યાના 63 વર્ષ પછી ઘણા મહિનાઓની ચર્ચા-વિચારણ પછી કરવામાં આવી છે. આ કોઈ સંયોગ નહોતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી(AAP) 2012માં ભગવાનના હસ્તક્ષેપના કારણે જ અસતિત્વમાં આવી છે. તે ભગવાન કૃષ્ણની જેમ ભષ્ટ્રાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મોટા રાક્ષસોનો વધ કરી રહી છે. તેમણે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત પોતાની પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય સમ્મેલનમાં કહ્યું કે 26 નવેમ્બર 2012ના રોજ AAPની સ્થાપના, 1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવ્યાના 63 વર્ષ પછી ઘણા મહિનાઓની ચર્ચા-વિચારણ પછી કરવામાં આવી છે. આ કોઈ સંયોગ નહોતો.

    ખૂબ ગતિથી AAP વધી રહી છે આગળ

    અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે રાજકીય પક્ષોએ બંધારણની સ્વતંત્રતાનું અપમાન કરવામાં કોઈ જ ખામી રાખી નહોતી, ત્યારે ભગવાને હસ્તક્ષેપ કરવો પડ્યો અને બંધારણને બચાવવા માટે 26 નવેમ્બર 2012ના રોજ આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી. તેમણે કહ્યું કે કોઈ પણ અન્ય રાજકીય પક્ષ તે ગતિથી આગળ નથી વધ્યો, જે ગતિથી સ્થાપના પછી 10 વર્ષમાં AAP વધી છે. દિલ્હી અને પંજાબમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે.

    અરવિંદ કેજરીવાલે કૃષ્ણ સાથે AAPને સરખાવી

    દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાને આ દેશના વિકાસ માટે દરેક રાજ્યમાં AAPનું બીજ વાવ્યું છે, અમને એક મોટી જવાબદારી આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી અને પંજાબમાં વાવેલા બીજ, હવે ઝાડમાં બદલાઈ ગયા છે અને લોકોને પોતાનો સુખદ છાયડો અને ફળો આપી રહ્યાં છે. હવે આ બીજ ગુજરાતમાં પણ એક ઝાડમાં બદલાશે. કેજરીવાલે કહ્યું કે લોકો AAPના ઈમાનદાર રાજકારણ અને દિલ્હીમાં તેની સરકારે કરેલા કર્યોને જોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે AAP માત્ર 10 વર્ષની પાર્ટી છે. હજી તો બાળક છે. જેમ ભગવાન કૃષ્ણએ ઘણા રાક્ષસોનો સંહાર કર્યો, તે જ રીતે આમ આદમી પાર્ટી પણ શક્તિશાળી તાકાતથી લડી રહી છે. ભષ્ટ્રાચાર, બેરોજગાર અને મોંઘવારી જેવા ઘણા મોટા રાક્ષસોને મારી રહી છે.

    ભાજપે કેજરીવાલને ‘નિવદેન બહાદુર કહ્યાં’

    આપની પાર્ટીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરીને ભાજપે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તે (અરવિંદ કેજરીવાલ) એક સત્તા લોભી અને નિવદેન બહાદુર છે, તે પોતાની પાર્ટીએ બે રાજ્યોમાં ચૂંટણી જીત્યા પછી પોતને ભગવાન માની રહી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: AAP news, AAP Party, Arvind kejrival

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन