કેજરીવાલે સ્વીકાર્યુ કે 'મોદી વેવ'માં થઈ હાર, કહ્યું-વિધાનસભામાં બનશે સરકાર

આમ પાર્ટીના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું કે બ્રાન્ડ મોદીને મળેલા જનાદેશની અસર દિલ્હી પર પણ થઈ હતી.

News18 Gujarati
Updated: May 29, 2019, 6:19 PM IST
કેજરીવાલે સ્વીકાર્યુ કે 'મોદી વેવ'માં થઈ હાર, કહ્યું-વિધાનસભામાં બનશે સરકાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 29, 2019, 6:19 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની તમામ બેઠકો પર મળેલી હાર બાદ કાર્યકર્તાઓનું મનોબળ મજબૂત કરવા એક પત્ર લખ્યો છે. કેજરીવાલે લખેયાલ પત્રમાં કહ્યું છે કે લોકોને એવું હતું કે આ લડાઈ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે છે અને તેના કારમે આપણી હાર થઈ છે.

આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓને લખેલા પત્રમાં કેજરીવાલે સ્વીકાર્યુ રે બ્રાન્ડ મોદીને મળેલા જનાદેશની અસર દિલ્હીના પરિણામો પર પણ પડી હતી. તેમણે કહ્યું કે આપણા કાર્યકર્તાઓએ પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. આખા દેશમાં લોકોએ સ્વીકાર્યુ કે આપણા ઉમેદવાર ખૂબ જ સારા હતા. જોકે, પરિણામ આપણી આશા કરતાં વિપરીત આવ્યું. ચૂંટણી બાદ ગ્રાઉન્ડ રિયાલિટીના પરિણા પરથી જાણવા મળ્યું કે સમગ્ર દેશમાં જે માહોલ હતો તેની અસર દિલ્હીમાં પણ થઈ હતી.

આ પણ વાંચો :  મમતા બેનર્જીને ફરી ફટકો, TMCના એક MLA સહિત ચાર નેતા ભાજપમાં જોડાયા

વિધાનસભામાં થશે જીત
કેજરીવાલે વધુમાં લખ્યું હતું કે કારણ જે હોય તે પરંતુ આપણે જનતાને એ સમજાવવામાં નિષ્ફળ રહ્યાં કે શા માટે મોટી ચૂંટણીમાં તેમણે આપણા તરફી મતદાન કરવું જોઈએ. લોકો વિધાનસભામાં આપણને વોટ આપશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, અને વિજળી તેમજ પેન્શન જેવા મુદ્દા પર આપણને વોટ મળશે.

આ પણ વાંચો :   વારાણસીમાં મળશે જિનપિંગ અને મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે વાત
Loading...

સાતેય બેઠકો પર ભાજપની જીત
લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપ અને આમ આદમી વચ્ચે ખૂબ વાક યુદ્ધ થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ દિલ્હીની તમામ સાતેય બેઠકો પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યો છે અને કોંગ્રેસ તેમજ આપનો સફાયો કરી નાંખ્યો છે. રવિવારે પણ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને લોકો દ્વારા મળેલા જનાદેશને નમ્રતા પૂર્વક સ્વીકાર કરવા માટે અપીલ કરી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં ધ્યાન કેન્દ્રીત કરવા અપીલ કરી હતી.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...