આજથી કેદારનાથ યાત્રા હાઇટેક બનશે, શિવનો લેઝર શો માણી શકશે શ્રદ્ધાળુ

News18 Gujarati
Updated: April 29, 2018, 9:30 AM IST
આજથી કેદારનાથ યાત્રા હાઇટેક બનશે, શિવનો લેઝર શો માણી શકશે શ્રદ્ધાળુ

  • Share this:
ઉત્તરાખંડના કેદારનાથ ધામના કપાટ આજે રવિવારની સવારે ખોલી દેવાયા છે. છ મહિના પછી પૂજારીઓના મંત્રોચ્ચાર અને શ્રદ્ધાળુઓના જયકારની વચ્ચે કેદારનાથના કપાટ ખુલી ગયા છે. કપાટ ખુલ્યા બાદ મંદિરમાં પૂજા કરાવ્યાં બાદ ભગવાન શિવના દર્શન શરૂ થઇ ગયા. અત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચવા લાગ્યા છે.

સવારે ચાર વાગે ખુલ્યાં કપાટ
રવિવારે સવારે 4 વાગ્યે કપાટ ખુલવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. સૌથી પહેલાં શિવની ડોલીનો મંદિરમાં પ્રવેશ થયો. મંત્રોચ્ચારણની વચ્ચે જળાભિષેક, રૂદ્રાભિષેક સહિત તમામ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન થયા. ત્યારબાદ લગભગ સવારે 6:15 વાગ્યે વિધિવિધાનથી પૂજા અર્ચના સાથે કેદારનાથ ધામના કપાટ લોકો માટે ખોલવામાં આવ્યા.

20 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું
ભગવાન કેદારનાથ મંદિરને 20 ક્વિન્ટલ ગલગોટના ફૂલોથી સજાવ્યું છે. આ સજાવટમાં ફૂલોની સાથે બિલિપત્ર, આંબા અને પીપળના પાનની માળાનો ઉપયોગ કરાયો છે. પરંપરા પ્રમાણે 6 મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં રહ્યા બાદ 26 એપ્રિલના રોજ ભગવાન શિવની પાલખી કેદારનાથ જાય છે. આજે ડોલી કેદારનાથ પહોંચ્યા બાદ ઝરમર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. હિમાલયના પહાડોમાં હિમપાત પણ થયો હતો. હવે આવતા છ મહિના સુધી બાબા કેદારનાથમાં જ બિરાજશે.

હાઇટેક લેઝર શો શરૂ થશે
કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુ હવે લેઝર શોની મજા માણી શકશે. જેમાં તેઓ ભગવાન શિવનો મહિમા જોઇ શકાશે. શનિવાર સાંજે તેનું રિહર્સલ થયું હતું. હવે 28 એપ્રિલથી 7 દિવસ માટે આ શો ચાલુ રહેશે. આ લેઝર શો દ્વારા શ્રદ્ધાળુ કેદારનાથ ધામની અગત્યતા, ભગવાન શિવના અલગ-અલગ રૂપ અને આ ધામનો ઇતિહાસ જોઇ શકશો. હોંગકોંગમાં તૈયાર તેના લેઝર શો ને 5 મે સુધી દરરોજ 25-25 મિનિટ માટે પ્રદર્શિત કરવામાં આવશે. લેઝર શો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘણા ઉત્સાહિત છે. પીએમ મોદીએ લાઇવ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેદારનાથમાં તૈયારીઓને અંદાજે 20 મિનિટ સુધી જોઇ હતી.
First published: April 29, 2018, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading