KCRએ ઝડપી કરી થર્ડફ્રંટની કવાયત, સ્ટાલિન સાથે કર્યું લંચ, મમતાને લગાવ્યો ફોન

News18 Gujarati
Updated: April 29, 2018, 8:59 PM IST
KCRએ ઝડપી કરી થર્ડફ્રંટની કવાયત, સ્ટાલિન સાથે કર્યું લંચ, મમતાને લગાવ્યો ફોન
આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં પહેલા એનડીએ અને યુપીએથી અન્ય થર્ડફ્રન્ટ બનાવવાની કવાયતમાં લાગેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રવિવારે કરુણાનિધિ સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી.

આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં પહેલા એનડીએ અને યુપીએથી અન્ય થર્ડફ્રન્ટ બનાવવાની કવાયતમાં લાગેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રવિવારે કરુણાનિધિ સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી.

  • Share this:
આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં પહેલા એનડીએ અને યુપીએથી અન્ય થર્ડફ્રન્ટ બનાવવાની કવાયતમાં લાગેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રવિવારે કરુણાનિધિ સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓએ મમતા બેનરજી સાથે ફોન ઉપર વાત કરી હતી.

મીટિંગ પછી કેસીઆરએ કહ્યું હતું કે, અમે લોકો મમતા બેનરજી સાથે વાત કરી રહ્યા છીએ. ચંદ્રબાબુ નાયડુ સાથે પણ મુલાકાત કરશે. કઇ પાર્ટી સાથે રહેશે અને કઇ પાર્ટી નહીં તેનો નિર્ણય પછી કરવામાં આવશે. હું ભાગ્યશાળી છું કે કરુણાનિધિ જેવા કદ્દાવર નેતાના આશીર્વાદ મારી સાથે છે.

ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ સ્ટાલિનએ કહ્યું કે કેસીઆરે મને અને કરુણાનિધિ સાથે મુલાકાત કરી. અમે લોકોએ સાથે લંચ કર્યું. કેસીઆરએ ફેડરલ ફ્રન્ટ અને સેક્યુલરિઝમની વાત કહી હતી. તમિલનાડુમાં કેટલીક પાર્ટી અમારી સાથે છે. અમે જે પણ વાતચીત કરીશું કે કોઇપણ નિર્ણય લઇશું એ કેસીઆરને જણાવી દઈશું.

ત્રીજા મોરચા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમે કોઇપણ ત્રીજો મોરચો કે ચોથો મોરચાનો પ્રસ્તાવ નથી રાખ્યો. કોઇએ ત્રીજા મોચરાની વાત નથી કરી. આ ખેડૂતો અને ભારતના યુવકોનું સંગઠન હશે. ત્રીજો મોરચો મીડિયા દ્વારા રચવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરએ આ પહેલા મમતા બેનરજી સાથે મુલાકત કરી હતી. જેથી 2019ની લોકસભાની ચૂંટણી પહેલા બીન બીજેપી અને બીન ફ્રન્ટ બનાવી શકાય.

રવિવારે રાવે કહ્યું હતું કે, અમે મમતા બેનરજી સાથે વાત કરી અને અમે આ મુદ્દા ઉપર એકમત છીએ. ભારત સેક્યુલર થવા ઇચ્છે છે. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને સ્વાસ્થ, શિક્ષા, ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં વધારે અધિકાર મળવા જોઇએ. સ્ટાલિને પણ દરેક પાર્ટીઓને સાથે લેવા માટે મમતા બેનરજીના પ્રયાશને સમર્થન આપ્યું છે.
First published: April 29, 2018
વધુ વાંચો
अगली ख़बर