તેલંગણા: ચૂંટણી અટકળ વચ્ચે KCR બોલ્યા - દિલ્હીવાળી પાર્ટીઓને હરાવો

News18 Gujarati
Updated: September 3, 2018, 8:05 AM IST
તેલંગણા: ચૂંટણી અટકળ વચ્ચે KCR બોલ્યા - દિલ્હીવાળી પાર્ટીઓને હરાવો
સિંચાઈ મંત્રી ટી હરીશ રાવે જણાવ્યું કે, મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કરી હતી. તેમણે આશાકર્મીઓનો પગાર વધારવા સહિત કેટલાક કલ્યાણકારી પગલા ભર્યા છે.

સિંચાઈ મંત્રી ટી હરીશ રાવે જણાવ્યું કે, મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કરી હતી. તેમણે આશાકર્મીઓનો પગાર વધારવા સહિત કેટલાક કલ્યાણકારી પગલા ભર્યા છે.

  • Share this:
તેલંગણા મંત્રિમંડળની એ વાતની અટકળો વચ્ચે રવિવારે બેઠક થઈ કે ટીઆરએસ રાજ્ય વિધાનસભા ચૂંટણી સમયથી પહેલા કરાવી શકે છે. જોકે આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. મહત્વની વાત એ ચે કે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે હૈદરાબાદ રેલીમાં લોકોને તામિલનાડુની જેમ દિલ્હીવાળી પાર્ટીઓને હરાવવાની અપીલ કરી છે. તેમણે ટુંક સમયમાં ચૂંટણી યોજવા મુદ્દે કહ્યું કે, આનો નિર્ણય મંત્રિમંડળે તેમના પર છોડ્યો છે. ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ પહેલા અટકળો હતી કે, કેસીઆર આજે વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે, 6 સપ્ટેમ્બરના રોજ યોજાનાર કેબિનેટની મિટીંગમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે.

ઉપ મુખ્યમંત્રી કદિયામ શ્રીહરીને જ્યારે પત્રકારોએ પુછ્યું કે શું વિધાનસભા સમય પહેલા ભંગ કરવા પર ચર્ચા થઈ તો તેમણે રહસ્યમય અંદાજમાં કહ્યું કે, ટુંક સમયમાં મંત્રિમંડળની ફરી બેઠક થશે, જેમાં અન્ય નિર્ણય લેવામાં આવશે.

નાણામંત્રી એટેલા રાજેન્દ્ર અને સિંચાઈ મંત્રી ટી હરીશ રાવે જણાવ્યું કે, મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કરી હતી. તેમણે આશાકર્મીઓનો પગાર વધારવા સહિત કેટલાક કલ્યાણકારી પગલા ભર્યા છે.

તેલંગણામાં વિધાનસભા ચૂંટણી 2019માં લોકસભા ચૂંટણી સાથે થવાની છે. જોકે, અટકળો એવી વહેતી થઈ છે કે, ટીઆરએસ સરકાર આ ધારણાના આધારે સમયથી પહેલા ચૂંટણી યોજી શકે છે.

રાજ્યમંત્રી અને રાવના પૂત્ર કે ટી રામારાવે શુક્રવારે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી સમયથી પહેલા કરાવવા પર પાર્ટીમાં ચર્ચા થઈ, પરંતુ હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જેથી આ મંત્રિંડળની બેઠક મહત્વપૂર્ણ હતી. જોકે, મંત્રીઓએ કહ્યું કે, રવિવારની આ મિટીંગમાં આ એજન્ડા ન હતો.

તેમણે જણાવ્યું કે, મંત્રીમંડળે 71 કરોડના ખર્ચથી 75 એકર જમીન પર પછાત વર્ગના માટે આત્મ ગૌરવ ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. તો આસાકર્મીઓનો પગાર 6000 રૂપિયા પ્રતિ મહિનાથી વધારી 7500 રૂપિયા પ્રતિ મહિના કરવાનો પણ નિર્ણય લીધો છે.આ રીતે, ગોપાલ મિત્ર કર્મીઓના 3500 રૂપિયા પ્રતિ મહિનાથી વધારી 8500 પ્રતિ મહિના કરવામાં આવ્યા છે. મંત્રીઓે જણાવ્યું કે, મંદિરના પૂજારીઓની સેવાનિવૃત્તિના વર્ષ વધારી 65 વર્ષ કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
First published: September 3, 2018
વધુ વાંચો
अगली ख़बर