Home /News /national-international /‘સવર્ણોની 10 ટકા અનામતમાં મુસ્લિમોને પણ લાભ આપો’

‘સવર્ણોની 10 ટકા અનામતમાં મુસ્લિમોને પણ લાભ આપો’

સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાન અને તેલંગાણાનાં મુખ્યમંત્રી કે.સી.આરે માંગણી કરી છે

સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાન અને તેલંગાણાનાં મુખ્યમંત્રી કે.સી.આરે માંગણી કરી છે

ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા જ દેશમાં સવર્ણોને અભ્યાસ અને નોકરીમાં 10 ટકા અનામતની જાહેરાત કરી ઘણા રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. જો કે, હવે સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાન અને તેલંગાણાનાં મુખ્યમંત્રી કે.સી.આરે માંગણી કરી છે કે, સવર્ણોની 10 ટકા અનામતમાંથી મુસ્લિમોને પણ આપો. તેમણે માંગણી કરી છે તે, સવર્ણોની 10 ટકા અનામતમાંથી પાંચ ટકા મુસ્લિમોને આપો.

તેલંગાણા રાષ્ટ્રિય સમિતિએ કેન્દ્ર સરકારને અરજ કરી છે કે, સવર્ણોને 10 અનામતના પ્રસ્તાવમાં આર્થિક અને સામાજિક રીત પછાત એવા મુસ્લિમોને પણ તેમાં સમાવેશ કરો.

ન્યઝ18 સાથે વાતચીત કરતા આઝમ ખાને જણાવ્યું કે, મુસ્લિમોને પાંચ ટકા અનામત મળવી જોઇએ. આજે સ્થિતિ એવી છે કે, મુસ્લિમોની આર્થિક અને સામાજિક સ્થિતિ દલિતો કરતા પણ ખરાબ છે. અમે આ પહેલા પણ માંગણી કરી ચુક્યા છીએ કે, મુસ્લિમોને દલિત વર્ગમાં મુકવા. જેથી તેમને અનામતનો લાભ મળે. પણ રાજકીય કારણોસર આવુ શક્ય બને તેમ નથી. પણ હવે જ્યારે સવર્ણોને અનામત આપવાની વાત આવી છે ત્યારે મુસ્લિમોને પણ તેમાંથી પાંચ ટકા અનામત આપો.”

આઝમ ખાને એમ પણ કહ્યું કે, સાચ્ચર કમિશને પણ મુસ્લિમોને અનામત મળે તેની ભલામણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીનાં નેતાએ સવર્ણોને 10 ટકા અનામતના પ્રસ્તાવ લોકોને મુર્ખ બનાવવાની વાત છે અને અને ભાજપે તેણે આપેલા અગાઉનાં વચનો જ પુરા કર્યા નથી”.

તેલંગાણાનાં મુખ્યમંત્રી કે.સી.આરે તેમની પાર્ટીનાં સાસંદોને કહ્યુ છે કે, તેઓ મુસ્લિમો માટે અનામતની માગણી માટે ભાર મૂકે અને આ પ્રસ્તાવમાં સુધારો કરવવા પ્રયાસ કરે.

આ પહેલા, 2017માં તેલંગાણા વિધાનસભામાં મુસ્લિમોને અનામત મળે તે માટેનું બિલ પાસ કરવામાં આવ્યુ હતું.
First published:

Tags: Kcr, Quota, Telangana, મુસ્લિમ, સમાજવાદી પાર્ટી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો