Home /News /national-international /આસામ: કાઝીરંગા નેશનલ પાર્કમાં ટ્રક સાથે ભયંકર રીતે અથડાયો ગેંડો, દુર્ઘટના બાદ જાનવરની હાલત જોઈ દયા આવી જશે

આસામ: કાઝીરંગા નેશનલ પાર્કમાં ટ્રક સાથે ભયંકર રીતે અથડાયો ગેંડો, દુર્ઘટના બાદ જાનવરની હાલત જોઈ દયા આવી જશે

કાઝીરંગા નેશનલ પાર્કમાં ટ્રક સાથે ગેંડો અથડાયો

હકીકતમાં જોઈએ તો, હાલમાં જ આસામના કાઝીરંગામાં એક ગેંડો ટ્રકની ચપેટમાં આવી ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. આ વાતની જાણકારી ખુદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આપી હતી.

Rhino Hit By Truck In Assam: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Assam Chief Minister Himanta Biswa Sarma)એ ગત રોજ પોતાના ટ્વિટર હેંડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક ગેંડો એક ફુલ સ્પિડે આવતા ટ્રક સાથે અથડાતા જોઈ શકાય છે. જેના કારણે ગેંડાને ગંભીર ઈજા થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, દુર્ઘટના બાદ ગેંડો રોડ પર પોતાનું સંતુલન જાળવી શકતો નથી. તેને ચાલવામાં પણ તકલીફો આવી રહી છે.

આ પણ વાંચો: ‘Shakti Peeth Yatra’: આસામના કામાખ્યામાં ભગવતી સતીની યોનિ પડી ‘ને ‘કામાખ્યા’ શક્તિ પ્રગટી, આજે પણ રક્તસ્ત્રાવ થાય છે!

હકીકતમાં જોઈએ તો, હાલમાં જ આસામના કાઝીરંગામાં એક ગેંડો ટ્રકની ચપેટમાં આવી ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. આ વાતની જાણકારી ખુદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ગેંડા આપણા મિત્ર છે, અમે તેમના રહેવાની જગ્યા પર કોઈને પણ ઉલ્લંઘન કરવાની મંજૂરી નહીં આપીએ. તેમણે કહ્યું કે, હલ્દીવાડીમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ઘાયલ થયેલા ગેંડાને બચાવી લેવામાં આવ્યો છે. તો વળી આ દુર્ઘટના માટે જવાબદાર વાહન ચાલક પર દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે, કાઝીરંગમાં જાનવરોને બચાવવા માટે અમારી સરકાર સંકલ્પબદ્ધ છે. અમે 32 કિમીના ખાસ એલિવેટેડ કોરિડોર પર કામ કરી રહ્યા છીએ.



વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક ફુલ સ્પિડે આવતો ટ્રક રસ્તા પર જઈ રહ્યો છે. આ દરમિયાન જંગલમાંથી નિકળી એક ગેંડો અચાનક ટ્રક સાથે અથડાઈ જાય છે. જો કે, આ દરમિયાન ટ્રક ચાલક તેને બચાવાની કોશિશ પણ કરે છે. પણ તેમ છતાં ગેંડો ટ્રકના પાછળના ભાગે ટકરાઈ જાય છે. ટ્રક આગળ નિકળી જાય છે અને ગેંડો ઘાયલ થઈ જાય છે. રોડ પર પડતા પડતા તે પાછો જંગલમાં જતો રહે છે.
First published:

Tags: Latest viral video, આસામ