પ્રદર્શન સ્થળે હિંસા કાબૂમાં ન રહેતા હવે કઝાકિસ્તાનમાં રશિયન સેના પહોંચી આવી છે. (Image credit- Mariya Gordeyeva/Reuters)
Kazakhstan Protest: કઝાકિસ્તાન (Kazakhstan)માં ઈંધણના ભાવવધારા સામેનું વિરોધ પ્રદર્શન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક પોલીસ કર્મચારીઓ અને દેખાવકારોના મોત થયા છે.
Kazakhstan Protest News: મધ્ય એશિયાઈ દેશ (Central Asian Country) કઝાકિસ્તાન (Kazakhstan)માં પેટ્રોલ-LPGના ભાવવધારા સામે લોકોનું પ્રદર્શન (Kazakhstan Violence) વધુ હિંસક બન્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમ્યાન સુરક્ષાદળોએ ડઝનો દેખાવકારોને ગોળી મારી દીધી છે. તો બીજી તરફ હિંસામાં 18 પોલીસ કર્મચારીઓનું પણ મૃત્યુ થયું છે, જેમાંથી એકનું માથું કાપી નાખવામાં આવ્યું છે. પ્રદર્શનો બાદ સરકારે રાજીનામું પણ આપી દીધું છે. વહીવટીતંત્રની સખત પ્રતિક્રિયા છતાં પ્રદર્શનકર્તા મધ્ય એશિયાઈ દેશના સૌથી મોટા શહેર અલ્મતીમાં ફરી રસ્તાઓ પર ઉતરી આવ્યા. આશરે 3000 પ્રદર્શનકર્તાની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી કેટલાકના મૃત્યુ થયા છે અને 1000 જેટલા ઘાયલ થયા છે.
તેના એક દિવસ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન અને મહાપૌરના કાર્યાલયમાં ઘુસી ગયા હતા. પ્રદર્શન સ્થળે હિંસા કાબૂમાં ન રહેતા હવે કઝાકિસ્તાનમાં રશિયન સેનાની એન્ટ્રી થઈ છે. આ સેનામાં કથિત રીતે 2,500 સૈનિકો છે. રશિયાની ‘સ્પુતનિક’ ન્યુઝ સર્વિસના અહેવાલ મુજબ, શહેરમાં પોલિસ કર્મીઓને આશરે 200 લોકોએ ઘેરી લીધા હતા જેના પછી પોલીસે ગોળીબાર કર્યો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બે હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અનેક લોકો ઘાયલ થયા
‘ખબર-24’એ જણાવ્યું કે 12 પોલિસ અધિકારીઓના મૃત્યુ ઉપરાંત, 353 લૉ એન્ફોર્સમેન્ટ ઓફિસરો ઘાયલ થયા છે. ત્રણ દાયકા પહેલા સોવિયેત યુનિયનથી આઝાદી મેળવ્યા બાદથી કઝાકિસ્તાન સૌથી ભયંકર વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યું છે. પેટ્રોલ-એલપીજીની કિંમતમાં જબરદસ્ત ઉછાળા બાદ શરુ થયેલો વિરોધ અલ્મતી અને રાજધાની નૂર-સુલ્તાન સુધી ફેલાઈ ગયો છે.
હજારો લોકો કથિત રીતે ડંડા અને ઢાલ લઈને સડકો પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનની તીવ્રતા દેશમાં વ્યાપક અસંતોષનો સંકેત છે.
રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ત તોકાયેવ પ્રદર્શનોને શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે સરકારના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. તેમણે આ અરાજકતા માટે આતંકવાદી સમૂહને જવાબદાર ગણાવ્યું છે. તોકાયેવે બે સપ્તાહ માટે દેશમાં કટોકટી લાગુ કરી છે. અલ્મતી અને અન્ય એક શહેરમાં એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર