Home /News /national-international /

કઝાકિસ્તાનની તાનિયાને થયો પંકજ સાથે પ્રેમ, વહૂ બનીને આવી ભારત, આવી છે બન્નેની Love Story

કઝાકિસ્તાનની તાનિયાને થયો પંકજ સાથે પ્રેમ, વહૂ બનીને આવી ભારત, આવી છે બન્નેની Love Story

પરિવારજનોની સંમતિથી બંનેએ ગુરુવારે સાત ફેરા લીધા

Rajasthan News - પંકજ અને તાનિયાના લગ્ન હિંદુ રિત-રિવાજ મુજબ રાજસ્થાનમાં કરવામાં આવ્યા

સીકર : રાજસ્થાન (Rajasthan)નું એક કપલ (couple) આજકાલ ઘણું ચર્ચામાં છે. સમગ્ર શેખાવતીમાં તેમની ચર્ચાઓ થઈ રહી છે. વાત એમ છે કે કઝાકિસ્તાનની એક છોકરી (Kazakhstan girl marry sikar boy) સીકરની વહુ બનીને આવી છે. આ કપલની લવ સ્ટોરીથી લઈને લગ્ન સુધીની આખી કહાની પણ ઘણી રસપ્રદ છે. અમે વાત કરી રહ્યા છીએ સીકરના પંકજ સૈની અને કઝાકિસ્તાનની તાનિયાની લવ સ્ટોરી (Pankaj Saini Tania Love Story) વિશે. બંનેની પહેલી મુલાકાત તુર્કીના એરપોર્ટ (Turkey airport) પર થઈ હતી. બન્ને શરૂઆતમાં મિત્રો હતા, જોકે સમય સાથે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને વાત લગ્ન (Foreign girl Indian Boy Wedding) સુધી પણ પહોચી ગઈ છે.

કઝાકિસ્તાનની તાનિયા પ્રોફેશનલી ડોક્ટર છે અને સિકરનો પંકજ માર્કેટિંગ ફિલ્ડમાં કાર્યરત છે. અહીં સારી વાત એ છે કે બંનેએ લગ્ન પહેલા એકબીજાના કલ્ચરને સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો. પરિવારજનોની સંમતિથી બંનેએ ગુરુવારે સાત ફેરા લીધા. હાલમાં તાનિયાના પરિવારના સભ્યોને ભારતના વિઝા મળ્યા નથી, જેના કારણે તેઓ લગ્નમાં હાજરી ન આપી શક્યા.

પૂરા રિત રિવાજ સાથે થયા લગ્ન

પંકજ અને તાનિયાના લગ્ન હિંદુ રિત-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. યુવતીને હલ્દી લગાવવામાં આવી હતી અને હાથમાં મહેંદી પણ સજાવવામાં આવી હતી. બેન્ડવાજા સાથે વરરાજા પંકજ જાન લઈને આવ્યા અને બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા. ખાસ વાત એ છે કે પંકજના ભાઈના સસરાએ લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. વરરાજાના ભાભીના માતા-પિતાએ તાનિયાનું કન્યાદાન કર્યું હતું. આ લગ્નમાં સગા-સંબંધીઓ અને ગામના લોકો પણ સામેલ થયા હતા.

આ પણ વાંચો - ડ્રાઇવિંગ સમયે ફોન પર વાત કરવી ગુનો નથી! પણ આ છે શરત, જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

તુર્કીમાં થઈ હતી બન્નેની મુલાકાત

પંકજ જણાવે છે કે તે એક રિટેલ કંપનીમાં કામ કરતો હતો. વર્ષ 2019માં તેને કંપનીના કોઈ કામ માટે તુર્કી જવાનું થયું. આ દરમિયાન તેની મુલાકાત એરપોર્ટ પર કઝાકિસ્તાનની રહેવાસી તાનિયા સાથે થઈ હતી. તાનિયાએ મેડિકલનો અભ્યાસ પૂરો કરી લીધો હતો અને તુર્કી ફરવા માટે આવી હતી. એરપોર્ટ પર બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ત્યાર પછી નંબરોની આપ-લે થઈ અને ફોન પર વાતચીત શરૂ થઈ. ધીરે ધીરે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા.

તાનિયા હિન્દી બોલતા પણ શીખી

પંકજ સાથે લગ્ન કરવા માટે તાનિયાએ હિન્દી બોલતા પણ શીખ્યું અને આજે તે હિન્દીમાં બોલીને કોઈને પણ પોતાની વાત સમજાવી શકે છે. જ્યારે બંનેના પરિવારજનો સંમત થયા, ત્યારે ઓક્ટોબર 2019માં તેમની સગાઈ પણ થઈ હતી. પરંતુ આ પછી કોરોના મહામારી આવી અને લગ્ન માટે કપલે 2 વર્ષ રાહ જોવી પડી હતી. તાનિયાને વિઝા ન મળી શકતા તે ભારત આવી શકી નહીં. આખરે તે 1 ફેબ્રુઆરીએ ભારત આવી પહોંચી હતી અને પંકજ પહેલેથી જ અહીં પહોંચી ચૂક્યો હતો. સીકરમાં બંને સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ખાસ વાત એ છે કે લગ્ન હિંદુ રિત-રિવાજ મુજબ થયા હતા અને તાનિયાએ તમામ વિધિઓ પૂરી કરી હતી.

સીકરની વહૂ બની તાનિયા

પંકજ સૈનીના પિતા જણાવે છે કે પંકજે તેને કઝાકિસ્તાનમાં રહેતા એક ડોક્ટર વિશે કહ્યું અને લગ્ન કરવાની વાત કરી, તેથી અમે તેને મંજૂરી પણ આપી અને આજે અમે ખૂબ જ ખુશ છે. સિકરની વહુ બનેલી તાનિયા કહે છે કે તેણે રાજસ્થાન વિશે પહેલા પણ સાંભળ્યું હતું અને તેને રાજસ્થાન ખૂબ જ પસંદ હતું. તેથી જ તેઓએ રાજસ્થાનમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
First published:

Tags: Love story, Rajasthan news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन