નૂર સુલતાન. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બિલ્ડિંગના 8મા માળે ફસાયેલા બાળકને બચાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો કઝાકિસ્તાન (Kazakhstan) નો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બિલ્ડિંગની બારી પર એક નાના બાળકને ઝૂલતા જોઈને વ્યક્તિએ બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બાળકને બચાવનાર વ્યક્તિની ઓળખ 37 વર્ષીય સબિત શોંટકાબેવ તરીકે થઈ છે. વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તમામ લોકો સબિતના વખાણ કરી રહ્યા છે.
સ્થળ પર હાજર એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શન પર લખવામાં આવ્યું છે કે, સબિત એક મિત્ર સાથે જઈ રહ્યો હતો, જ્યારે તેણે બિલ્ડિંગની પાસે ભીડ જોઈ તો હંગામો મચી ગયો. પછી તેણે એક બિલ્ડિંગના 8મા માળની બારી પર એક બાળક લટકતું જોયું, તે ઝડપથી સાતમા માળે પહોંચી ગયો અને બાળકને બચાવ્યો. વિડિયોમાં કોઈ પણ ખચકાટ કે હેલ્મેટ વગર તે ત્રણ વર્ષની બાળકીને બચાવવા બારીમાંથી બહાર નીકળતો જોવા મળે છે.
(Kazakhstan): Sabit Shontakbaev was walking with a friend yesterday when he saw a dangling toddler holding on for her life from a window on the 8th floor of a building. Immediately Sabit rushed into the building & ran up, getting access to the apt. below.pic.twitter.com/klmjWgFIXc
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 12, 2022
દેશના ઈમરજન્સી સિચ્યુએશન્સ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, સવારે લગભગ 10 વાગ્યે તેમને માહિતી મળી હતી કે નૂર-સુલતાનની દલા સ્ટ્રીટ પર એક બિલ્ડિંગની બારીમાંથી એક બાળક લટકી રહ્યું છે. આ પછી સાત જવાનો અને સાધનોના બે યુનિટને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહોંચીને ખબર પડી કે આઠમા માળે લટકતા બાળકને એક વ્યક્તિએ બચાવી લીધું હતું.
બચાવ દરમિયાન સબિતનો મિત્ર સાગી પણ હાજર હતો. તેણે એપાર્ટમેન્ટની અંદરથી સબિતનો પગ પકડી રાખ્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, સબિત શોંટકાબાઓએ કહ્યું છે કે તે પોતાને હીરો માનતો નથી. તમને જણાવી દઈએ કે, તેમની બહાદુરીનો વીડિયો વાયરલ થતાની સાથે જ રિપબ્લિક ઓફ કઝાકિસ્તાનના ફર્સ્ટ ડેપ્યુટી મિનિસ્ટર મેજર જનરલ કુલશિમ્બાયેવ ઈબ્રાગિમ બાટિરે શોંટકાબાયેવ અને તેમના મિત્રનું સન્માન કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર