3 વર્ષના પુત્રનું થયું અકાળે મૃત્યું, આઘાતમાં માતાએ ખૂબ જ ખોટું પગલું ભર્યું
પુત્રનું થયું અકાળે મૃત્યું
Bilaspur News: જીઆરપીના જણાવ્યા પ્રમાણે કોતમાના રહેવાસી સુષ્મિતા સિંહ અને પતિ આશીશ સિંહના ત્રણ બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તે બાળકનું મોત થઈ ગયું હતું. તેના પછી માતાએ આ પગલું ભર્યું હતું.
બિલાસપુર: પોતાના ત્રણ વર્ષની બાળકનું અકાળે મૃત્યું થતા માતા તે આઘાતને સહન ના કરી શકી. બાળકથી જૂદા થવાના દુઃખમાં માતાએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. વાસ્તવમાં આ દુઃખદ ઘટના બિલાસપુરના ઉસલાપુરની છે. ઉસલાપુર રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.
માતાને લાગ્યો પુત્રના મોતનો આઘાત
સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, માતાએ ડાઉન લાઈનમાં આવી રહેલી માલગાડી સામે કુદીને આત્મહત્યા કરી લીઘી હતી. જોકે મહિલને જોઈને લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ ધીમે ધીમે ટ્રેન આખરે મહિલા ઉપરથી પસાર થઈ ગઈ હતી. પોતાના ત્રણ વર્ષના બાળકનું મોત થયા મહિલાએ આત્મહત્યા કરી હોવાનું લોકો કહી રહ્યા છે.
જીઆરપીના જણાવ્યા પ્રમાણે કોતમાના રહેવાસી સુષ્મિતા સિંહ અને પતિ આશીશ સિંહના ત્રણ બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તે બાળકનું મોત થઈ ગયું હતું. તેનાથી માતાને એવો આઘાત લાગ્યો કે, ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી. મહિલાએ આત્મહત્યા કરી લેતા તેનો પરિવાર રેલ્વે ટ્રેક પર પહોચી ગયો અને ત્યા જ બેસી ગયો હતો. પરિવાર જનોનું કહેવું હતું કે, પહેલા મહિલાની લાશને ઉઠાવો તેના પછી જ અહીંથી ગાડીને ચલાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર