છેડતીનો ભોગ બનેલી પીડિતાનું અર્ધમુંડન, પંચાયતે પરિવાર પાસેથી લીધી દાવત

News18 Gujarati
Updated: February 13, 2018, 12:08 PM IST
છેડતીનો ભોગ બનેલી પીડિતાનું અર્ધમુંડન, પંચાયતે પરિવાર પાસેથી લીધી દાવત
News18 Gujarati
Updated: February 13, 2018, 12:08 PM IST
છત્તીસગઢના મુખ્યમંત્રીના ગૃહ જિલ્લા કવર્ધાના વનાંચલ ગ્રામ સેંદૂરખારમાં એક સગીરાનું અર્ધમુંડન કરાવવાનો મામલો સામે આવ્યો છે. ગામના દબંગોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. સગીરા છોકરી સાથે સામાજીક નિયમોનો હવાલો આપતા આ કરતૂત કરવામાં આવી છે.

સગીરા છોકરી સાથે ગામના જ એક યુવાને દારૂના નશામાં છેડછાડ કરી હતી. જેમાં સમાજના માણસોએ ઘણી આપત્તી દર્શાવી પરંતુ આ મામલાની ફરિયાદ પોલીને કરવાની જગ્યાએ જવાબદારો દ્વારા આ મામલો પંચાયતમાં લઈ જવામાં આવ્યો. આ પછી સમાજના પ્રમુખોએ અજીબોદરીબ નિર્ણય લઈ લીધો.

સમાજ પ્રમુખોએ છેડછાડના આરોપી યુવકને સજા આપવાની જગ્યાએ પીડિત છોકરીનું ચારિત્ર્ય ખરાબ હોવાનું જણાવ્યું. જેના પગલે સગીરાનું સજાના ભાગ રૂપે અડધું માથું મુંડાવી દીધું. કેટલાક દિવસો સુધી છોકરીના પિતા આ માટે રાજી ન થયા પણ થોડા દિવસો પછી સમાજના ડરથી તેને પોતાની દિકરીનું અડધું માંથુ મુંડાવી દીધું.

પંચાયતે પીડિત પરિવાર પર પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. આ ઉપરાંત પીડિત પરિવાર પાસેથી દારૂ અને ચિકનની દાવત પણ લેવામાં આવી. નોંધનીય છે કે સગીરા સાતમા ધોરણમાં ભણે છે અને તે બૈગા સમુદાયની છે. આ સમુદાયમાં મહિલાઓ અને છોકરીઓના વાળ કપાવવા કે મુંડન કરાવવાની કડક મનાઈ છે. તે છતાં ગામના લોકોએ આ કરતૂત કરી.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर