જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બનનારા કવિન્દર ગુપ્તા કોણ છે?

News18 Gujarati
Updated: April 30, 2018, 11:38 AM IST
જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બનનારા કવિન્દર ગુપ્તા કોણ છે?
કવિન્દર છેલ્લા ત્રણ વર્ષથી જમ્મુ-કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીર કેબિનેટનું આજે વિસ્તરણ થશે. મહેબૂબા કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન મળશે. આમાં સૌથી વધારે ચર્ચા કવિન્દર ગુપ્તાના નામને લઈને થઈ રહી છે. બીજેપીના નેતા નિર્મલસિંહના રાજીનામા બાદ કવિન્દર ગુપ્તાને રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ માટે આજે બપોરે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે.

કોણ છે કવિન્દર ગુપ્તા?

કવિન્દર ગુપ્તા જમ્મુના મેયર રહી ચુક્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર છે. 2014માં વિધાનસભા ચૂંટણીમાં તેમણે ગાંધી નગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી અને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

ફખ્ત 13 વર્ષની ઉંમરમાં કવિન્દર ગુપ્તા આરએસએસ સાથે જોડાયા હતા. ઇમરજન્સી દરમિયાન તેમણે 13 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ગુરુદાસપુર જેલમાં 13 મહિના રહ્યા બાદ તેઓ બહાર આવ્યા હતા. 1978-1979 દરમિયાન કવિન્દર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પણ રહ્યા હતા. 1993-1998 દરમિયાન તેમણે ભારતીય યુવા મોરચાના અધ્યક્ષનું પદ પણ સંભાળ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના નવા નાયબ સીએમ બનવા અંગે કવિન્દર ગુપ્તાએ ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં કહ્યું કે, 'હું કઠુઆના પીડિત પરિવારને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશ. મહેબૂબા સરકાર મને જે પણ જવાબદારી આપશે તેને હું ઇમાનદારી પૂર્વક નિભાવિશ.'

મહેબૂબા કેબિનેટના નવા મંત્રીઓ- કવિન્દર ગુપ્તા (નાયબ મુખ્યમંત્રી)
- મોહમ્મદ ખલીલ બેગ
- સત પાલ શર્મા
- મોહમ્મદ અશરફ મીર
- સુનીલ કુમાર શર્મા
- રાજીવ જસરોટિયા
- દેવેન્દ્ર કુમાર મન્યાલ
- શક્તિ રાજ

શું ફેરફાર કરવામાં આવ્યો?

બીજેપીએ 17 એપ્રિલના રોજ મહેબૂબા મુફ્તી સરકારમાંથી પોતાના 9 મંત્રીઓને રાજીનામું આપવાનું કહ્યું હતું, જેના કારણે કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે. કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ અને હત્યા બાદ આરોપીઓના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં બીજેપીના બે મંત્રીઓ સામેલ થયા હતા. જેના બાદમાં વિપક્ષ પાર્ટીઓએ ખૂબ ટીકા કરી હતી. રાજ્યમાં બીજેપી પર દબાણ વધી ગયું હતું. આ સમયે બીજેપીએ પોતાના બંને મંત્રીઓને રાજીનામું આપવાનું કહ્યું હતું. જે બાદમાં હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: April 30, 2018, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading