Home /News /national-international /

"કતલ કી રાત" જે રાજકીય પાર્ટીની બાજી પલટી શકે છે

"કતલ કી રાત" જે રાજકીય પાર્ટીની બાજી પલટી શકે છે

    ચૂંટણી પ્રચારમાં સૌથી નિર્ણાયક તબક્કો શું છે? તો કોઈ પણ રાજકીય પાર્ટીના કોઈ પણ નેતાને પૂછો, તો એકજ જવાબ મળશે - 'કતલ કી રાત'. તે મતદાન પહેલાની રાત છે.

    મોટાભાગના રાજકારણીઓ મતદાન પહેલાની રાત્રે પોતાના કેમ્પેઈનમાં ક્યારે પણ ભૂલ નથી કરતા, કારણ કે આ દિવસે કરેલી ભૂલ પાર્ટી માટે મોંઘી સાબિત થઈ શકે છે, તેની હંમેશા નોતાઓ આ દિવસે ચેતીને જ રહે છે.

    મોટાભાગના સર્વે દર્શાવે છે કે ભારતમાં મતદાતાઓ છેલ્લા 48 કલાકમાં પોતાનું મન બનાવે છે અને કોને મત આપવો તે નક્કી કરતા હોય છે. ખાસ કરીને, ર્ફસ્ટ પાસ્ટ ધ પોસ્ટ સીસ્ટમમાં (ભારતની મતદાન પ્રક્રિયા).

    એક સંશોધન પત્રમાં, તબરેઝ અહેમદ નેયાઝી, હોલી એ. સેમેન્કટો અને અનુપ કુમારે, દર્શાવ્યું હતું કે તેમના સર્વેમાં 59 ટકા લોકોએ મતદાન થયાના થોડાક જ દીવસ પહેલા કોને મત આપવો તેની પસંદગી કરી હતી. 1/4 લોકો કેમપેનીંગ બંધ થયા પછી તેમનુ મન બનાવે છે, જેમાંથી 11% લોકો જે દીવસે મતદાન થાય છે તે જ દીવસે તેમનુ મન બનાવે છે. ચૂંટણીમાં 11% માત્ર વિજય અને હાર વચ્ચે તફાવત નથી કરતો પણ 10% એ હાર અને 2/3 બહુમતી વચ્ચેનો તફાવત છે. આથી, મતદાનના આગળના દિવસની રાતને 'કતલ કી રાત' ગણાવી છે તે ખરેખર જોવા જાય તો ખોટુ નથી.

    ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં એવા કેટલાએ દાખલા છે કે, જેમાં કોઈ નેતા એક-બે મતથી હાર્યા હોય. ભલે નરેન્દ્ર મોદી કર્ણાટકની ચૂંટણી જીતવા માટે 100 રેલી યોજી લોકોને સંબોધે, કે પછી રાહુલ ગાંધી મંદિરો મઠોમાં જાય, કે પછી સિદ્ધારમૈયા ભાજપના ગુનેગાર નેતાઓ ગણાવે, કે પછી યેદિયુરપ્પા કોંગ્રેસ સરકારના કૌભાંડોની વાતો કરે. મતદાતા તો છેલ્લી ઘડી સુધી આ બધુ રોજ જુએ, સાંભળે અને પછી પોતાના મુડ મુજબ મત આપે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Can, Fortunes, Katl ki raat, Make, Mar, Night, Political

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन