દબંગોનો કહેર! દલિત વસ્તીના 25 ઘર આગમાં ફૂંકી માર્યા

દબંગોએ જમીન વિવાદમાં દલિતોના 25 ઘરોને આગ લગાવી દીધી. આગમાં આ તમામ ઘર સળગીને રાખ થઈ ગયા. આ ઘટનાથી પૂરા વિસ્તારમાં હાહાકાર મચી ગયો

News18 Gujarati
Updated: June 10, 2019, 8:23 PM IST
દબંગોનો કહેર! દલિત વસ્તીના 25 ઘર આગમાં ફૂંકી માર્યા
પોતાના સળગતા ઘરને જોઈ રહેલી બાળકી
News18 Gujarati
Updated: June 10, 2019, 8:23 PM IST
કટિહારમાં દલિતોની વસતી પર દબંગોએ કહેર વરસાવ્યો. દબંગોએ જમીન વિવાદમાં દલિતોના 25 ઘરોને આગ લગાવી દીધી. આગમાં આ તમામ ઘર સળગીને રાખ થઈ ગયા. આ ઘટનાથી પૂરા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી છે.

જાણકારી અનુસાર, આ મામલો કદવા પોલીસ સ્ટેશનના સાંઝેલી ગામનો છે. પીડિતોએ SC-ST પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કટિહારના અનુસૂચિત જનજાતી પોલીસ સ્ટેશન પરિસરમાં પહોંચેલા પીડિતોનો આરોપ છે કે, સીકમીની જમીન પર દબંગો દ્વારા જબરદસ્તી કબજો કરવાની કોશિસ કરવામાં આવી રહી છે. જ્યારે આ જમીન પર વર્ષોથી મહાદલિત વર્ગના લોકો રહે છે. એવામાં તેનો વિરોધ કરવા પર દબંગોએ ભૂ-માફિયાઓ સાથે મળી અમારી વસતીના 25 ઘર સળગાવી નાખ્યા.

દલિતોએ વિરોધ કર્યો તો, દબંગોએ મારપીટ કરી

પીડિતોનું કહેવું છે કે, મોટરસાઈકલ સાથે મોટી સંખ્યામાં હથિયારબંધ લોકો આવ્યા હતા. તે લોકોએ તમામ 25 ઘરને આગ ચાંપી દીધી. સાથે વિરોધ કરવા પર મારપીટ શરૂ કરી દીધી. એવામાં ન્યાય માટે તે લોકો SC-ST પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ કરી. પોલીસ મામલાની પુષ્ટી કરતા પીડિતોની ફરિયાદ નોંધી તપાસની વાત કરી રહી છે. પ્રથમ તપાસ અનુસાર, પોલીસ મામલાને જમીન વિવાદ સાથે જોડી દેખી રહી છે.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...