શુક્રવારે દેશના મોટા છાપામાં ખબર આવી હતી કે કઠુઆની બાળકી સાથે રેપ નથી થયો. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્પષ્ટીકરણ આપતા કહ્યું હતું કે આ ખબરો ખોટી છે. પોલીસે ટ્વિટર પર એક લેટર ટ્વિટ કર્યો હતો.
થોડા દિવસો પહેલા હીરાનગર, કઠુઆ પોલીસ સ્ટેશનની 12-01-2018ના રોજ નોંધાયેલ એફઆરઆઈ નંબર 10/2018ના સંદર્ભમાં ગત દિવસોમાં પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં ઘણી માહિતી આપી રહ્યાં છે. તપાસની તમામ કાયદાકીય ઔપચારિકતા પછી આ મામલાની ચાર્જશીટ સંબંધિત કોર્ટમાં જમા કરાવી દેવામાં આવી છે. આ દરમિયાન વિવિધ મીડિયાના વિભિન્ન માધ્યમો પર રિપોર્ટ શેર કરવામાં આવી રહી છે જે સાચી નથી. મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થઇ ગઇ છે બાળકી પર અનેકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જેના આધારે આ મામલામાં સીઆરપીસીની કલમ 376 (ડી) જોડવામાં આવી છે.
Press release....Case FIR No 10/2018 dated 12.01.2018 Police Station Hiranagar Kathua. pic.twitter.com/ek2IsXDpsa
નોંધનીય છે કે 10 જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના લસાણા ગામમાંથી બાળકી ગૂમ થઇ હતી. ગૂમ થયા પછી 7 દિવસે તેનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. સરકારે આ મામલો 23 જાન્યુઆરીના રોજ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. જે પછી આ કેસમાં એસપીઓની ધરપકડ થઇ. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે બાળકીને નશીલી દવાઓ આપીને સતત તેની પર રેપ કરવામાં આવ્યો છે. એક આરોપીએ પોતાના પિતરાઇ ભાઇને મેરઠથી ફોન કરીને બોલાવ્યો એટલે એ પણ રેપ કરી શકે. એટલું જ નહીં હત્યા કરતાં પહેલા પણ તેની પર રેપ કરવામાં આવ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર