કઠુઆ રેપ-હત્યા કેસ : આરોપીઓએ હેવાનિયતની હદ પાર કરી હતી

News18 Gujarati
Updated: June 10, 2019, 12:01 PM IST
કઠુઆ રેપ-હત્યા કેસ : આરોપીઓએ હેવાનિયતની હદ પાર કરી હતી
ન્યૂઝ18 ક્રિએટિવ

ચાર્જશીટ(આરોપપત્ર) અનુસાર આરોપીએ બાળકીને મંદિરમાં રાખવા માટે અને બેભાન કરવા માટે નશીલી દવાઓ આપી હતી.

  • Share this:
10 જાન્યુઆરી, 2018ના રોજ જમ્મુ કાશ્મીર કઠુઆ જિલ્લાના લસાણા ગામમાંથી એક બાળકી ગૂમ થઇ હતી. ગૂમ થયા પછી 7 દિવસે તેનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. સરકારે આ મામલો 23 જાન્યુઆરીના રોજ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. જે પછી આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓએ હેવાનિયતની હદ વટાવી આઠ વર્ષની માસૂમને બંધક બનાવી તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેની હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હતો. નરાધમોએ બાળકીને નશીલી દવા આપીને સામૂહિક દુષ્કર્મ આચરતા રહ્યા હતા.

આઠ લોકોને આરોપી બનાવાયા

આ કેસમાં આઠ આરોપીઓમાં સાંજી રામ, તેનો પુત્ર વિશાલ જંગોત્રા, સબઇન્સપેક્ટર આનંદ દત્તા, બે વિશેષ અધિકારી દિપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્થાનિક નાગરિક પ્રવેશ કુમાર તેમજ એક સગીર સામેલ છે.

ચાર્જશીટમાં શું છે?

ક્રાઇમ બ્રાંચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ રાજસ્વ અધિકારી સાંજી રામે પોલીસકર્મીઓના કેસને દબાવવા માટે 1.5 લાખ રૂપિયાની લાંચ પણ લીધી હતી. એટલું જ નહીં આ કેસને રફેદફે કરવા માટે બીજેપીના ધારાસભ્યો, વરિષ્ઠ મંત્રીઓ અને મહેબૂબા મુફ્તિ સરકાર પર દબાણ કર્યું હતું.

ચાર્જશીટ(આરોપપત્ર) અનુસાર આરોપીએ બાળકીને મંદિરમાં રાખવા માટે અને બેભાન કરવા માટે નશીલી દવાઓ આપી હતી. બાળકીના અપહરણ, હત્યા કરવામાં એક સગીરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કિશોરે પોતાનો સ્કૂલનો અભ્યાસ છોડી દીધો છે.
Loading...

આરોપપત્ર પ્રમાણે ખજુરિયાએ બાળકીના અપહરણ માટે એક કિશોરને લાલચ આપી હતી. ખજુરિયાએ તેને કહ્યું હતું કે તે બોર્ડની પરીક્ષા પાસ કરવામાં તેની મદદ કરશે. બાદમાં તેણે પરવેશ સાથે મળીને આખી યોજનાને અંજામ આપ્યો હતો.

આરોપીઓએ હેવાનિયતની હદ પાર કરી હતી

ચાર્જશીટ પ્રમાણે તમામ આરોપીઓ વારાફરતી બાળકી પર રેપ ગુજરાતા હતા. તમામ આરોપીઓ જ્યારે બાળકી પર રેપ કરી રહ્યા હતા ત્યારે સગીરે પોતાના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે તે 'મજા લેવા' માંગતો હોય તો અહીં આવી જાય. એટલું જ નહીં બાળકીને મારી નાખતા પહેલા પોલીસ અધિકારીએ તેને થોડા સમય માટે રોક્યા હતા, કારણ કે તે છેલ્લી વખત રેપ કરવા માંગતો હતો. બાદમાં બીજા વ્યક્તિએ પણ બાળકી સાથે રેપ કર્યો હતો.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...