કઠુઆ ગેંગરેપઃ પીડિતાની વકીલને મળી રહી છે કેસ છોડી દેવાની ધમકી

News18 Gujarati
Updated: April 13, 2018, 12:24 PM IST
કઠુઆ ગેંગરેપઃ પીડિતાની વકીલને મળી રહી છે કેસ છોડી દેવાની ધમકી

  • Share this:
અંકિત ભટ્ટ

કઠુઆ ગેંગરેપ કેસમાં પીડિતા તરફથી કેસ લડી રહેલી વકીલ દીપિકા સિંહ રાજાવતને કેસ છોડી દેવા માટે ધમકીઓ મળી રહી છે. દીપિકાએ ન્યૂઝ 18ને જણાવ્યું કે તેને સતત ધમકીઓ મળી રહી છે. તે આ કેસને રાજ્ય બહાર ખસેડવા માંગે છે જેના કારણે કોઈનું દબાણ ન આવે અને પીડિતાને ન્યાય મળે. દીપિકાએ કહ્યું હતું કે તે અંતિમ શ્વાસ સુધી લડશે અને પીડિતાને ન્યાય અપાવીને જ રહેશે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીર મહિલા કમિશનના અધ્યક્ષા નઈમાં મહઝૂરે આ કેસને રાજકીય મુદ્દો ન બનાવવાની અપીલ કરી છે. ન્યૂઝ 18 ઉર્દૂ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં પીડિતાને ન્યાય અપાવવા એ જ તમામની પ્રાથમિકતા હોવી જોઈએ. નઈમાના જણાવ્યા પ્રમાણે ક્રાઇમ બ્રાંચ તેનું કામ સારી રીતે કરી રહી છે, કોઈએ તેના કામ પર સવાલ ઉઠાવવા ન જોઈએ.

વકીલોએ ફરી કરી સીબીઆઈ તપાસની માંગ

જમ્મુ બાર એસોસિએશન કઠુઆ દુષ્કર્મ અને હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરતા કહ્યું કે તેઓ આરોપીઓને સમર્થન નથી કરી રહ્યા પરંતુ નિષ્પક્ષ તપાસ ઈચ્છી રહ્યા છે. બાર એસોસિએશનના અધ્યક્ષ બી.એસ.સલાથિયાએ પત્રકારોને જણાવ્યું કે જમ્મુના વકીલો પર રાજ્યને સાંપ્રદાયિક રીતે વિભાજીત કરવાનો આરોપ લગાવીને બદનામાં કરવામાં આવી રહ્યાં છે. અમે તમામ લોકો એવું ઈચ્છી રહ્યા છીએ કે કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે. શું સીબીઆઈ સાંપ્રદાયિક છે?

તેમણે એવું પણ કહ્યું કે આઠ વર્ષની માસૂમ બાળકી પર મંદિરમાં છ લોકો દ્વારા દુષ્કર્મ, હત્યા, પૂરતા પુરાવા, ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે તો પછી સીબીઆઈ તપાસની માંગણી કરીને ન્યાયની પ્રક્રિયાના વિલંબમાં નાખવા પાછળ શું ઉદેશ્ય છે? તેમણે કહ્યું કે ક્રાઇમ બ્રાંચમાં તપાસ માટે કાશ્મીર ઘાટીમાંથી એક અધિકારીને બોલાવવામાં આવ્યા છે, જ્યારે ક્રાઇમ બ્રાંચ પાસે જમ્મુ ક્ષેત્રમાં જ પૂરતા અધિકારીઓ છે.તેમણે કહ્યું કે ક્રાઇમ બ્રાંચમાં બોલાવવામાં આવેલા અધિકારી પર હત્યા અને દુષ્કર્મના આરોપ છે. અમે કહી રહ્યા છીએ કે આવા અધિકારીને તપાસ સોંપવામાં આવતા તપાસ પ્રક્રિયા પર જ સવાલ ઉભા થઈ રહ્યા છે.

સલાથિયાએ કહ્યું કે, ન્યાય થવાની સાથે સાથે દેખાવો પણ જોઈએ. પરંતુ બદનસિબે અમારી માંગણીઓને સાંપ્રદાયિક બતાવવામાં આવી રહી છે. મીડિયાએ નિષ્પક્ષ રહીને સમાચાર બતાવવા જોઈએ.

નોંધનીય છે કે કઠુઆ જિલ્લામાં જાન્યુઆરીમાં આઠ વર્ષની બાળકીને અમુક લોકોએ મંદિરમાં અમુક અઠવાડિયા સુધી પૂરી રાખી હતી. આરોપીઓ તેને નશાની ગોળીઓ આપીને બળાત્કાર ગુજારતા રહ્યા હતા. બાદમાં પથ્થર માથું છૂંદીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
First published: April 13, 2018, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading