કઠુઆ ગેંગરેપઃ હત્યા પહેલા પણ બાળકી ઉપર થયો સામૂહિક બળાત્કાર, ચાર્જશીટ દાખલ

બાળકીની હત્યાના પહેલા તેની સાથે ફરીથી બળાત્કાર કરવા ઇચ્છતો હતો. ચાર્જશીપમાં જણાવ્યું હતું કે, બાળકી સાથે એકવાર ફરીથી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

બાળકીની હત્યાના પહેલા તેની સાથે ફરીથી બળાત્કાર કરવા ઇચ્છતો હતો. ચાર્જશીપમાં જણાવ્યું હતું કે, બાળકી સાથે એકવાર ફરીથી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

 • Share this:
  જમ્મુ-કાશ્મિરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી અને હત્યા કરીને જંગલમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાના આઠ મહિના પછી દેશભરમાં હંગામો મચ્યો છે. જમ્મુ-કાશ્મિરની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે મુખ્ય ન્યાયમૂર્તિ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 15 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં એ વાતનો ખુલાસો થયો છે કે બકરવાલ સમુલાયની આ બાળકીનું અપહરણ, બળાત્કાર અને તેની હત્યા વિસ્તારના લઘુમતી સમુદાયને હટાવવા માટેનું પૂર્વ ગઠીત કાવતરાનો ભાગ હતો. જણાવી દઇએ કે આઠ વર્ષના આ બાળકીને રાસના ગામમાં દેવિસ્થાન મંદિરમાં અનેક દિવસો સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી. સેવાદાર સહિત અનેક લોકોએ તેના પર અનેક વખત રેપ કર્યો હતો.

  પોલીસની ચાર્જશીટ દ્વારા ઘટનાના અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા
  પોલીસની ચાર્જશીટ દ્વારા ઘટનાના અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અને દેશભરના નેતા, સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. બીજી તરફ આરોપીઓના પક્ષમાં પ્રદર્શન કરી રહેલા બીજેપી મંત્રીઓ સામે પગલાં ન લેવા ઉપર રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની આલોચના કરવામાં આવી રહી છે.  મહેબૂબા મુફ્તિએ ટ્વીટ કરીને ન્યાય આપવાની ખાતરી આપી
  જેના કરાણે મહેબૂબાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કેટલાક લોકોના બિનજવાબદાર હરકતો અને નિવેદનો કાયદાની આડે નહીં આવવા દઇએ. આખા કેસની તપાસ ઝડપથી થઇ રહી છે અને ન્યાય મળશે. જોકે, નેશનલ કોન્ફ્રેસ લિડર ઉમર અબ્દુલ્લાએ બીજેપી નેતાઓ વિરુદ્ધ કોઇ પગલાં ન લેવા પર મુખ્યમંત્રી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

  શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત થયું હતું
  જમ્મુ કાશ્મિર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં આઠ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ કર્તાઓ પ્રમાણે શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત નીપજ્યું છે.

  પૈસા લઇને પુરાવા નષ્ટ કરવાનો આરોપ
  ચાર્જશીટમાં તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને ઉપ નિરીક્ષક આનંદ દત્ત પણ નામાંકન છે. જેમણે સાંઝી રામના કથિત રીતે ચાર લાખ રૂપિયા લઇને મહત્વના પુરાવા નષ્ટ કર્યા છે. કિશોરની ભૂમિકા વિશે મંગળવારે એક અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બધા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જમ્મુમાં વકિલોએ આરોપીઓના સમર્થનમાં મંગળવારે કામકાજ બંધ રાખ્યું હતું.

  કિશોરે પિતરાઇ ભાઇને ફોન કરી કહ્યું જલસા કરવા હોય તો આવી જા
  ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે બાળકીનો મૃતદેહ મળ્યાના છ દિવસ પહેલા 11 જાન્યુઆરીએ કિશોરે પોતાના પિતરાઇ ભાઇ જંગોત્રાને ફોન કર્યો હતો. અને મેરઠથી પરત ફરવા કહ્યું હતું. જ્યાં અભ્યાસ કરી રહ્યો હતો. જોકે તેના પિતરાઇ ભાઇને કહ્યું હતું કે જો મજા લૂંટવી હોય તો આવી જા.

  ઘાડાને શોધવામાં મદદના બહાને કર્યું હતું અપહરણ
  આઠ વર્ષની બાળકી 10 જાન્યુઆરીના દિવસે ગુમ થઇ હતી જે જંગલમાં ઘાડાઓને ચરાવી રહી હતી. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, ઘાડાઓને શોધવામાં મદદ કરવાના બહાના હેઠળ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોતાની બાળકી ગુમ થયાના બીજા દિવસે તેના માતા-પિતા દેવીસ્થાન ગયા હતા જ્યાં રામને બાળકી વિશે પૂછ્યું હતું. જ્યાં તેણે જણાવ્યું કે તે પોતાના સંબંધીના ઘરે ગઇ હશે.

  નશીલી દવાઓ આપીને વારંવાર કર્યો હતો રેપ
  ચાર્જશીટ પ્રમાણે આરોપીઓએ બાળકીને દેવીસ્થાનમાં બંધક બનાવી રાખી હતી. તેને બેભાન કરવા માટે નશીલી દવાઓ આપતા હતા. બાળકીના અપહરણ, હત્યા અને જંગોત્રા એવમ ખજૂરિયાની સાથે વારંવાર બળાત્કાર કરવામાં કિશોરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કિશોરે પોતાનો સ્કૂલનો અભ્યાસ છોડી દીધો હતો. એક અધિકારીએ જણાવ્યું કે કિશોરની મેડિકલ તપાસથી જાહેર થાય છે કે તે વયસ્ક છે, પરંતુ કોર્ટે હજી સુધી રિપોર્ટમાં હસ્તક્ષેપ નથી કર્યો.

  બોર્ડની પરીક્ષા પાસ કરાવવા મદદ કરવાની કિશોરને આપી હતી લાલચ
  ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે ખજૂરિયાએ બાળકીનું અપહરણ કરવા માટે કિશોરને લાલચ આપી હતી. ખજૂરિયાએ તેને ભરોસો આપ્યો હતો કે બોર્ડની પરીક્ષા પાસ કરવામાં તેની મદદ કરશે. ત્યારબાદ તેણે પરવેશ સાથે યોજના બનાવીને ઘટનાને અંજામ આપવા માટે મદદ માંગી. જે રામ અને ખજૂરિયાએ બનાવી હતી. જંગોત્રાએ પોતાના પિતરાઇ ભાઇને ફોન કર્યા બાદ મેરઠથી રાસના પહોચ્યો હતો અને કિશોર અને પરવેશ સાથે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જેને નશાયુક્ત દવાઓ આપવામાં આવી હતી. રામની સૂચનાતી બાળકીને મંદિરમાંથી હટાવી હતી. તેને ખત્મ કરવાના ઇરાદાથી મન્નૂ, જંગોત્રા તથા કિશોર બાળકીને નજીકના જંગલમાં લઇ ગયા હતા.

  હત્યાના પહેલા ફરીથી બળાત્કાર કરવા ઇચ્છતો હતો આરોપી
  તપાસ પ્રમાણે ખજૂરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યો અને તેને રાહ જોવા માટે કહ્યું હતું કારણ કે બાળકીની હત્યાના પહેલા તેની સાથે ફરીથી બળાત્કાર કરવા ઇચ્છતો હતો. ચાર્જશીપમાં જણાવ્યું હતું કે, બાળકી સાથે એકવાર ફરીથી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કિશોરે તેની હત્યા કરી હતી. ચાર્જશીટ પ્રમાણે કિશોરે બાળકીના માથા ઉપર પથ્થરના બે વખત પ્રહાર કર્યા હતા. તેની લાશને જંગલમાં ફેંકી દીધી હતી. જોકે, વાહનની કોઇ સુવિધા ન થવાના કારણે લાશને નહેરમાં ફેંકવાની તેની યોજના હતી. જે નિષ્ફળ રહી હતી. લાશની જાણ થવાના આશરે સપ્તાહ પછી 23 જાન્યુઆરીએ સરકારે આ કેસને ક્રાઇમબ્રાન્ચને સોપ્યો જેમાં એસઆઈટીની રચના કરવામાં આવી.

  સાંઝી રામે રાસના વિસ્તારમાંથી બકરવાલ સમુદાયને હટાવવાનો કર્યો હતો નિર્ણય
  ચાર્જશીટ પ્રમાણે તપાસમાં એ પણ જાણવા મળ્યું કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આરોપી સાંઝી રામે રાસના વિસ્તારમાં બકરવાલ સમુદાયને હટાવવા માટેનો નિર્ણય કર્યો હતો. જે તેના મગજમાં કેટલાક દિવસોથી ચાલી રહ્યો હતો.

  મહત્વના પુરાવા નષ્ટ કરવા સાંઝી રામે પોલીસને આપ્યા ચાર લાખ રૂપિયા
  તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે સાંઝી રામે મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને ચાર લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપ્યા હતા. તપાસમાં એ વિશે પણ જાણવા મળ્યું કે આરોપીએ પોલીસ અધિકારીઓને મૃતકના કપડા ફોરેન્સિકમાં મોકલતા પહેલા ધોઇને કેવી રીતે મહત્વના પુરાવાને નષ્ટ કરવામાં આવ્યા અને સ્થળ ઉપર નકલી સાક્ષી ઉભા કર્યા હતા.

  બકરવાલ સમુદાયને મદદ નકરવા પોતાના લોકોને પણ ઉશ્કેરતો હતો
  તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે, રામ રાસના, કૂટા અને ધમયાલ વિસ્તારમાં બકરવાલ સમુદાયના રહેવાના વિરોધમાં હતો. તે હમેશા પોતાના સમુદાયના લોકોને ઉશ્કેરતો હતો કે તેઓ આ લોકોને ગોચર માટે જમીન ઉપલબ્ધ ન કરાવે એટલે કે તેની મદદ ન કરે.
  Published by:Ankit Patel
  First published: