જમ્મુ- કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના પ્રમુખ યાસીન મલિક અને જમાત-એ-ઇસ્લામીના અનેક નેતાઓની ધરપકડ બાદ ખીણમાં તણાવપૂર્ણ માહોલ છે. 26મી ફેબ્રુઆરીની આજુબાજુ આર્ટિકલ 35A પર ચર્ચા થવાની છે, જેના અનુસંધાનમાં અલગાવવાદી નેતાઓની અટકાયત કરાઈ છે.
આ બધાની વચ્ચે કાશ્મીરમાં અર્ધ સૈનિકદળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છએ. જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવેલી અર્ધ સૈનિક દળોની 100 ટુકડીઓની હાજરીમાં સીઆરપીએફની 35 ટુકડી, બીએસએફની 10 અને આઈટીબીપીની 10 ટુકડીઓનો પણ સમાવેશ થાય છે.
35-એની સુનાવણી પહેલાં 150થી વધુ લોકોની અટકાયત કરાઈ છે. જમાત-એ-ઇસ્લામી જમ્મુ કાશ્મીરના પ્રમુખ અબ્દુલ હમીદ ફૈયાઝની પણ રવિવારે ધરપકડ કરાઈ છે. આ ઘટનાના પગલે કાશ્મીરીઓ જરૂરી સામાન જેમ કે અનાજ અને દવા એકઠી કરી રહ્યાં છે. સ્થાનિક લોકોમાં આક્રોશની સાથે તેમના વિશેષાતધિકારને ગેરકાયદેસર ઠેરવે તે આર્ટિકલ 345-એની સુનાવણી પહેલાં ભય પણ છે. માર્ગો પર પ્રોવિઝન સ્ટોરમાં અને પેટ્રોલ પમ્પ પર લાંબી લાંબી લાઇન જોવા મળી રહી છે. એવી શક્યતા છે.
પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે લોકો અનાજ દવાનો સ્ટોક કરી રહ્યાં છે, જેના પરથી એવું ફલિત થાય છે કે કઈક મોટું થવાનું છે. લોકો ભયમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રસાશન દ્વારા લોકોમાંથી ભયનો માહોલ ઘટાડવા માટે જરૂરી પગલા ભરવા અનિવાર્ય છે.
આર્ટિકલ 35A શું છે? ધારા 35એ હેટલ જમ્મુ-કાશ્મીરમાં તે મૂળ નિવાસી સિવાય દેશના કોઈ અન્ય ભાગનો વ્યક્તિ સંપત્તિ નથી ખરીદી શકતો. જેથી તે ત્યાંના નાગરીક પણ નથી બની શકતા. સૂત્રોનું માનીએ તો, કલમ 35એ પર સરકાર અધ્યાદેશ પણ લાવી શકે છે. 1954માં આ કલમને કલમ 370 હેઠળ આપવામાં આવેલા અધિકાર અંતર્ગત જોડવામાં આવી હતી. કલમ 370ને હટાવવા બીજેપીનું હંમેશા રાજનૈતિક સ્ટેન્ડ પણ રહ્યું છે. જોકે, બીજેપી સહયોગી જેડીયૂ અને અકાલી દળ તેના વિરોધી રહ્યા છે.
શ્રીનગરની મેડિકલ કોલેજનું વેકેશન કેન્સલ શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજે ઝડપથી બદલાઈ રહેલી પરિસ્થિતિ વચ્ચે કોલેજનું શિયાળું શિયાળું વેકેશન સમાપ્ત કરી અને તમામ કર્મચારીઓને ફરજ પર સોમવારથી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર