70 દિવસ પછી કાશ્મીરી લોકોના મોબાઇલમાં રિંગ વાગી તો થયા આવા હાલ

News18 Gujarati
Updated: October 14, 2019, 5:33 PM IST
70 દિવસ પછી કાશ્મીરી લોકોના મોબાઇલમાં રિંગ વાગી તો થયા આવા હાલ
જમ્મુ કાશ્મીર

  • Share this:
જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) માં લગભગ 70 દિવસ પછી પોસ્ટપેડ મોબાઇલ નેટવર્ક સુવિધા પાછી શરૂ કરવામાં આવી છે. જે પર મુજમ્મિલ અહમદ શાહે સૌથી પહેલો કોલ તેની દાદીને લગાવ્યો. વકીલાતનું ભણી રહેલા શાહે કહ્યું કે શોપિયાં (Shopia) ના ગેહંદમાં રહેતી તેની દાદી ક્યારેક પડોશીના લેન્ડલાઇનથી વાત કરી લે છે. શાહે જણાવ્યું કે બપોરે 12 વાગ્યાની તે લાંબા સમયથી કરી રહ્યા હતા. કારણ કે આ સમયે જ પોસ્ટપેડ મોબાઇલ નેટવર્ક સુવિધા શરૂ થવાની હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબૂદ કરાવ્યા પછી મોબાઇલ ફોન નેટવર્ક સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો. અને લોકો પર અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. જેને ધીરે ધીરે એક પછી એક દૂર કરવામાં આવી રહ્યા છે.

શાહે કહ્યું કે મને મારા માતા-પિતાની ચિંતા હતી. પડોશીના લેન્ડલાઇનથી એટલી વાત નહતી થઇ શકતી. મેં મારા માતા-પિતા સાથે તો અનેક વાર વાત કરી. પણ મને મારી દાદીની ચિંતા હતી. તે લેન્ડલાઇનથી વાત કરવા માટે ઘરથી બહાર નહતી નીકળી શકતી. ત્યારે આજે તેનાથી વાત કરીને મને ખૂબ જ સારું લાગે છે. આવો જ કંઇક નજરો શ્રીનગરમાં પણ હતો. લાલ ચોક પર જે દેકો તે મોબાઇલમાં વ્યસત્ હતા. તે એકબીજાને ઇદની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. જે લોકો પાસે પોસ્ટપેડ કનેક્શન નથી તે પોતાના મિત્રો અને પરિવારજનોની મદદથી કોલ્સ કરી રહ્યા હતા. અને જેની પાસે ફોન હોય તે લોકોની આસપાસ બીજા લોકોની ભીડ પણ જોવા મળતી હતી.

જોકે શ્રીનગરમાં પણ હવે ટ્રાફિક પોલીસ ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવા મામલે દંડ વસૂલી રહી છે. એક દુકાનદારે કહ્યું કે મોબાઇલ નેટવર્ક સુવિધા ફરી શરૂ થતા તે વસ્તુ અનુભવાઇ કે સામાન્ય જીવન શું હોય છે.
First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर