જમ્મુ: કાશ્મીરમાં પીએમ પેકેજ (Kashmir PM Package) અંતર્ગત નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિત (Kashmiri Pandits) કર્મચારીઓએ એક વખત ફરીથી પોતાની સુરક્ષાને લઈને અવાજ ઉઠાવ્યો છે. કાશ્મીર (Kashmir)થી પલાયન કરી જમ્મુ પહોંચેલા આ કાશ્મીરી પંડિતોએ આજે એક વખત ફરીથી વિરોધ પ્રદર્શન કરી અને સરકારને વિનંતી કરી છે કે તેઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે.
હકીકતમાં 2 મહિના પહેલા કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના કારણે તમામ કાશ્મીરી પંડિત કર્મચારીઓ ભાગીને જમ્મુ પહોંચી ગયા હતા. તેના પછી તેઓ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગને લઈને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ તમામ કર્મચારી કાશ્મીરમાં પીએમ પેકેજ અંતર્ગત નોકરી કરી રહ્યા છે, પરંતુ દિવસેને દિવસે થતી ટાર્ગેટ કિલિંગને કારણે તેમને કાશ્મીરથી પલાયન થવું પડે છે. હવે તેઓ પોતાની નોકરી અને જીવનની સુરક્ષા માટે સરકાર પાસેથી માગ કરી રહ્યા છે કે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે.
કાશ્મીરી પંડિતોનું કહેવું છે કે અમે પાછા કાશ્મીર ત્યાં સુધી નહીં જઈએ જ્યાં સુધી ત્યાં અમને સુરક્ષિત માહોલ નહીં મળે. તમે અમારા પાસે સવારે 10 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધી કામ કરાવો છો, પરંતુ જે રીતે એક સમયે ઓનલાઈન કામ લેવામાં આવતું હતું તે જ રીતે અમે હજુ પણ ઓનલાઈન કામ કરવા તૈયાર છીએ. જ્યાં સુધી અમે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં નહીં આવે ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર