જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાના પર પંડિતો, શોપિયામાં એકની ગોળી મારીને હત્યા
સરકારના દાવાઓ પોકળ, વધું એક કાશ્મીરી પંડિતની હત્યા
Kashmiri Pandit Death: કાશ્મીરમાં પહેલેથી જ કાશ્મીરી પંડિતો સુરક્ષાને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે વધુ એક કાશ્મીરી પંડિતને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં આ વ્યક્તિનું મોત નીપજ્યું છે.
Kashmiri Pandit Shot Dead: જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)માં ફરી એકવાર આતંકીઓએ કાશ્મીરી પંડિતો (Kashmiri Pandits on Target)ને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. શોપિયાંના ચૌદરીગુંડ ગામની એક ભયાવહ ઘટના સામે આવી છે. અહીં કાશ્મીરી પંડિતોની ગોળી મારીને હત્યા (Kashmiri Pandit Shot in Shopia) કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ ઘાયલ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ પૂરણ કૃષ્ણા તરીકે થઈ છે.
કાશ્મીરમાં સતત આતંકીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પહેલા ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસ પર ઘાટીમાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિતોને ઠાર માર્યા હતા. ઘાટીમાં આ ઘટનાઓ સામે લોકોમાં પહેલાથી જ ગુસ્સો છે. એવું માનવામાં આવે છે કે જે રીતે સેનાના સુરક્ષા દળોએ ઓપરેશન ઓલ આઉટ ચલાવીને આતંકવાદીઓને મારી નાખ્યા છે. આ કારણે આતંકીઓ ટાર્ગેટ કિલિંગનું વલણ અપનાવીને બિન કાશ્મીરીઓની વસાહતનો વિરોધ કરી રહ્યા છે.
વિસ્તારમાં શરૂ કર્યુ સર્ચ ઓપરેશન:
બીજી તરફ આ ઘટનામાં હજુ સુધી કોઇ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જાણકારી અનુસાર, પૂરણ કૃષ્ણા શોપિયાંના ચૌધરીગુંડમાં ખેતીનું કામ કરવા જઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેના પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ હવે અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આ વર્ષે 12 લોકોનું ટાર્ગેટ કિલિંગ:
એક અધિકારીએ જણાવ્યું કે, કૃષ્ણ જ્યારે બગીચામાં હતો ત્યારે તેને ગોળી વાગી હતી. આ બગીચો તેના ઘરથી અડધા કિમીથી વધુ દૂર છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ તરત જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આતંકવાદીઓએ આ વર્ષે 12 થી વધુ નાગરિકોની લક્ષિત હત્યાઓ કરી છે, જેમાંથી મોટા ભાગના બિન-સ્થાનિક, કાશ્મીરી પંડિતો અને પંચાયતના સભ્યો છે.
બાંદીપોરા જીલ્લામાં મળ્યુ IED:
બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શનિવારે (15 ઓક્ટોબર) સુરક્ષા દળોએ અહીંથી આઇઇડી જપ્ત કર્યુ છે. સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટક ડિવાઇસ (આઈઈડી)નું વજન લગભગ 16 કિલો છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે ઉત્તર કાશ્મીર જિલ્લાના અસ્તાંગો વિસ્તારમાં આઈઈડી પકડી પાડ્યું હતું.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર