'ભાજપને મત આપવાનો ઇન્કાર કરનાર કાશ્મીરીને ધક્કે ચડાવાયો'

News18 Gujarati
Updated: April 11, 2019, 2:44 PM IST
'ભાજપને મત આપવાનો ઇન્કાર કરનાર કાશ્મીરીને ધક્કે ચડાવાયો'
ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જેમાં જમ્મુ અને કાશ્મિરમાં બે લોકસભા બેઠકો-બારામુલ્લા અને જમ્મુ બેઠક પર મતદાન થઇ રહ્યું છે.

  • Share this:
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિએ એવો આરોપ લગાવ્યો છે કે, એક કાશ્મીરી મતદાતાએ ભાજપને મતદાન આપવાનો ઇન્કાર કરતા તેની સાથે આર્મી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને તેને ધક્કે ચઢાવવામાં આવ્યો હતો.

મહેબુબાએ ટ્વીટ કરીને માહિતી આપી કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સનાં જવાને એક કાશ્મીરીને ધક્કે ચઢાવવામાં આવ્યો હતો. કેમ કે, તેણે ભાજપને મત આપવાનો ઇન્કાર કર્યો હતો. ભાજપ આર્મીનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવા માંગે છે અને કોઇ પણ ભોગે સત્તા હાંસલ કરવા માંગે છે.”

લોકસભાની ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જેમાં જમ્મુ અને કાશ્મીરમાં બે લોકસભા બેઠકો-બારામુલ્લા અને જમ્મુ બેઠક પર મતદાન થઇ રહ્યું છે.

આ પહેલા નેશનલ કોન્ફરન્સનાં નેતા ઓમર અબ્દુલ્લાએ એવો આરોપ કર્યો હતો કે, મતદારો જ્યારે મત આપવા જાય છે ત્યારે મતદાન મથક પરનાં ઇવીએમ મશીનમાં કોંગ્રેસનું બટન કાર્ય કરતું નથી. પુંછ જિલ્લામાં આવુ ઘણા મતદાન મથકો જાણવા મળ્યું છે.

ઓમર અબ્દુલ્લાએ આ અંગેનો એક વીડિયો પણ તેમના ટ્વીટર પર શેર કર્યો હતો અને ઇવીએમ બરોબર ચાલી નથી રહ્યાં તેની ફરિયાદ કરી હતી.

આ વીડિયોમાં પ્રિસાઇડીંગ ઓફિસર એવું કહેતા જણાય છે કે, મતદાનની પ્રક્રિયા મોડી શરૂ થઇ હતી કેમ કે, ઇવીએમ મશીનમાં એક બટન કામ કરતું નથી.
First published: April 11, 2019
વધુ વાંચો
अगली ख़बर