Home /News /national-international /

તંગ સ્થિતિ વચ્ચે કાશ્મીરી બાળકની CRPFની મહિલા સુરક્ષાકર્મી સાથેની તસવીર વાયરલ

તંગ સ્થિતિ વચ્ચે કાશ્મીરી બાળકની CRPFની મહિલા સુરક્ષાકર્મી સાથેની તસવીર વાયરલ

વાયરલ થયેલી તસવીરમાં કાશ્મીર બાળક સીઆરપીએફની મહિલા સુરક્ષાકર્મી સાથે હાથ મેળવતો જોવા મળી રહ્યો છે

વાયરલ થયેલી તસવીરમાં કાશ્મીર બાળક સીઆરપીએફની મહિલા સુરક્ષાકર્મી સાથે હાથ મેળવતો જોવા મળી રહ્યો છે

    જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી તણાવની વચ્ચે જમ્મુ અને શ્રીનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કાશ્મીરમાં શાંતિ કાયમ રાખવા માટે અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો છે. આ તમામની વચ્ચે કાશ્મીરમાં લેવામાં આવેલી એક બાળકની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ તસવીરને કાશ્મીર ઘાટીમાં અને શાંતિની આશા તરીકે જોવામાં આવી રહી છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં એક કાશ્મીર બાળક ઘાટીમાં તહેનાત સીઆરપીએફની મહિલા સુરક્ષાકર્મીની સાથે હાથ મેળવતો જોવા મળી રહ્યો છે. બાળકની આ સુંદર તસવીરને દૂરદર્શન અને પ્રસાર ભારતીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તેની સાથે લખવામાં આવ્યું છે કે આ વિશ્વાસ અને સ્મિતનો અતૂટ સંગમ છે. આ તસવીરને યૂઝર્સની વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, ઈમરાનની ધમકી : ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, જો એવું થયું તો જડબાતોડ જવાબ આપીશું

    નોંધનીય છે કે, આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘાટીમાં આજે પહેલીવાર જુમ્માની નમાજ પઢવામાં આવશે. તેની સાથે હજ યાત્રી પણ પરત ફરશે. તેના માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઘાટીમાં શાંતિ કાયમ રાખવા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

    14 ઓગસ્ટે પાકિસ્તાન ઉજવશે આઝાદીનો દિવસ

    14 ઓગસ્ટે પાકિસ્તાન આઝીદીનો ઉજવણી કરશે. પાકિસ્તાને પહેલા જ એલાન કરી દીધું છે કે તેઓ આઝાદીની ઉજવણી કાશ્મીરીઓ સાથે કરશે. આ પહેલા 13 ઓગસ્ટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારત વિરોધી કાર્યક્રમનું આયોજન પણ થશે. દર વર્ષે આ અવસરે કાશ્મીર ઘાટીમાં આતંકી સંગઠન પાકિસ્તાનનો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરતા રહે છે. એવામાં જ્યારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો છે તો પાકિસ્તાન કાશ્મીરમાં કોઈ ને કોઈ ખોટી હરકત ચોક્કસ કરશે.

    આ પણ વાંચો, પાક. દુનિયા સામે કરી રહ્યું છે આજીજી, બીજી બાજુ ભારત સાથે વાતચીતની ગુજારિશ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Article 370, CRPF, Jammu and kashmir, Jammu Kashmir, Social media, Viral photo, જમ્મુ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन