મુસ્લિમ વિદ્વાનનો પાક.ને સણસણતો જવાબ, 'પ્રામાણિક બનો, કાશ્મીર ક્યારેક તમારું હતું જ નહીં'

News18 Gujarati
Updated: August 13, 2019, 3:42 PM IST
મુસ્લિમ વિદ્વાનનો પાક.ને સણસણતો જવાબ, 'પ્રામાણિક બનો, કાશ્મીર ક્યારેક તમારું હતું જ નહીં'
ઇમામ મોહમ્મદ તૌહિદી (ફાઇલ તસવીર)

ઇમામ મોહમ્મદ તૌહિદીએ (Imam Mohamad Tawhidi) ટ્વિટ કરીને લખ્યું છે કે, "કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો ભાગ હતું જ નહીં અને ભવિષ્યમાં ક્યારેક બનશે પણ નહીં.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન વિશ્વના દેશો સાથે વાત કરીને ભારતના પગલાંનો વિરોધ કરવાની વિનંતી કરી રહ્યું છે. જોકે, યુએન બાદ હવે અમેરિકાએ પણ આ મામલે મધ્યસ્થી કરવાનો ઇન્કાર કરી દીધો છે. વિશ્વના દેશોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર ભારત-પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે, જે બંનેએ મધ્યસ્થીથી ઉકેલવો જોઈએ. આ વચ્ચે એક મુસ્લિમ વિદ્વાને જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનના દાવાને લઈને તેને સણસણતો જવાબ આપ્યો છે. વિવાદાસ્પદ મુસ્લિમ વિદ્વાને પાકિસ્તાનને કહ્યુ છે કે કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો ભાગ ન હતું અને ક્યારેય બનશે પણ નહીં. આ સાથે જ મુસ્લિમ વિદ્વાને પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે પ્રામાણિક બનવાની સલાહ પણ આપી છે.

ઇમામ મોહમ્મદ તૌહિદીએ (Imam Mohamad Tawhidi) ટ્વિટ કરીને લખ્યું છે કે, "કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો ભાગ હતું જ નહીં અને ભવિષ્યમાં ક્યારેક બનશે પણ નહીં. બંને કાશ્મીર અને પાકિસ્તાન ભારતના અંગ છે. હિન્દુઓ મુસ્લિમમાં પરિવર્તિત થઈ રહ્યા હોવાથી એ સત્ય નહીં બદલાય કે આ આખો વિસ્તાર હિન્દુ ભૂમિ છે. પાકિસ્તાનની શું વાત કરવી, ભારત ઇસ્લામથી પણ મોટું છે. પ્રાણાણિક બનો..."

ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક વિદ્વાને આ પહેલા ઇસ્લામિક આતંકવાદનું સમર્થન કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તૌહિદીએ એક મુલાકાતમાં જણાવ્યુ હતુ કે, "પાકિસ્તાન પોતાના બંધારણમાં તમામ નાગરિકોના હક્કોનું રક્ષણ કરવાનો દાવો કરે છે. આવા દાવા વચ્ચે પણ તેની સરકાર લઘુમતિઓના અધિકારોને માન્યતા આપવામાં નિષ્ફળ રહી છે. તે અનેક વર્ષોથી આતંકીઓને શરણ આપી રહ્યું છે. આતંકવાદ સામે લડવા માટે પશ્ચિમ પાસેથી કરોડો ડોલરની મદદ લઈ ચુક્યું છે. છતાં કોઈ ઉગ્રવાદી વિચારધારા સામે લડવાનો પ્રયાસ પણ નથી કર્યો."


ચોથી ઓગસ્ટના રોજ ઇમામે એક ટ્વિટમાં લખ્યું હતું કે, "કાશ્મીર મુદ્દાને લઈને મારો વિચાર ક્યારેય નથી બદલાયો. આ હિન્દૂ ભૂમિ છે, જેનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. હું ભારતના પ્રવાસ દરમિયાન ત્યાંના રાજકારણીઓ અને વિશ્વાસપાત્ર નેતાઓ સાથે આ અંગે ચર્ચા કરી ચુક્યો છું."

નોંધનીય છે કે તૌહિદીએ ટ્વિટર પર @imam of peace નામે એકાઉન્ટ ખોલ્યું છે. જેમાં તે પોતાને "શાંતિના હિમાયતી" (peace advocate), "સુધારાવાદી ઇમામ" (reformist imam) અને "રાષ્ટ્રના સૌથી વધારે વંચાતા/વેચાતા લેખક" (national bestselling author) ગણાવે છે.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...