કાશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરીને ફસાયા બિહારના બે યુવકો!

બંને ભાઈઓને કાશ્મીરમાં પ્રેમ થયો હતો.

બિહારના પરવેઝ અને તબરેઝ બંને ભાઈઓ છે, બંનેને કાશ્મીરમાં નાદિયા અને સાયના નામની બે બહેનો સાથે પ્રેમ થઈ ગયો હતો.

 • Share this:
  બિહારના બે ભાઈઓ કાશ્મીરની યુવતીઓ સાથે લગ્ન કરીને ખરાબ રીતે ફસાયા છે. હાલ બંને ભાઈઓ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. બંનેને જેલમાં નાખવાની તૈયારી ચાલી રહી છે. આ મામલો સુપૌલ જિલ્લાનો છે. અહીં સ્થાનિક પોલીસની મદદથી જમ્મુ-કાશ્મીર પોલીસે બે યુવતીઓને છોડાવી છે. આ બંને બહેનો પ્રેમ થયા બાદ પોતાના પતિઓ સાથે અહીં રહેતી હતી. બંને બહેનોએ કોર્ટમાં પણ નિવેદન આપ્યું છે. હકીકતમાં યુવતીઓના પિતાએ જમ્મુ-કાશ્મીર પોલીસમાં તેની બંને દીકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી.

  પરવેઝ અને તબરેઝ કાશ્મીરમાં પ્રેમમાં પડ્યાં

  પોલીસે છોડાવેલી બંને છોકરીએ સુપૌલમાં જ પોતાના પતિઓ સાથે રહેતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, કાશ્મીરના રામન જિલ્લામાં રહેતી બે છોકરીઓને સુપૌલ જિલ્લાના વિશનપુર ગામમાં રહેતા બે યુવકો તબરેઝ અને પરવેઝ સાથે કાશ્મીરમાં પ્રેમ થઈ ગયો હતો. તબરેઝ અને પરવેઝ બંને સગા ભાઈ છે. બંને કાશ્મીરમાં રહીને કડીયાકામ કરતા હતા.  નાદિયા અને સાયના સગી બહેન

  કડીયાકામ કરતી વખતે બંને સગા ભાઈઓની મુલાકાત કાશ્મીરની સગી બહેન નાદિયા અને સાયના સાથે થઈ હતી. બંને સગી બહેન છે. જે બાદમાં બંનેએ મુસ્લિમ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા. બાદમાં તેઓએ કોર્ટ મેરેજ પણ કર્યા હતા. લગ્ન બાદ તબરેઝ અને પરવેઝ પોતાની પત્નીઓ સાથે સુપૌલ આવી ગયા હતા. આ દરમિયાન છોકરીઓના પિતાએ તબરેઝ અને પરવેઝ સામે ફરિયાદ આપી હતી જે બાદમાં કાશ્મીર પોલીસે બિહાર પહોંચીને બંને બહેનોને છોડાવી હતી.

  પતિ સાથે રહેવા માંગે છે બંને બહેન

  પોલીસે છોડાવેલી બંને યુવતીઓ પોતાના પતિ સાથે જ રહેવા માંગે છે. પોલીસે આ મામલે આરોપી પરવેઝ અને તબરેઝની ધરપકડ કરી છે. આરોપી ભાઇઓનું કહેવું છે કે તેઓ બંને પુખ્ત વયના છે તેમજ તેમની પત્નીઓ પણ પુખ્ત વયની છે. બંનેનું કહેવું છે કે તેમણે કોઈ ગુનો નથી કર્યો, બંનેએ છોકરીઓની મરજી બાદ જ તેમની સાથે લગ્ન કર્યાં હતાં.
  Published by:Vinod Zankhaliya
  First published: