Home /News /national-international /કાશ્મીરમાં Jamaat-e-Islami પર કબજો, 200 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત

કાશ્મીરમાં Jamaat-e-Islami પર કબજો, 200 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત

કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી પર કબજો

જમાત-એ-ઈસ્લામી (Jamaat-e-Islami) પર મોટી કાર્યવાહી કરતા સુરક્ષા એજન્સીઓએ 200 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. હજૂ પણ કાશ્મીરમાં (Kashmir) 120 મિલકતો રડાર પર છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Jammu and Kashmir, India
નવી દિલ્હી: કાશ્મીરમાં અત્યાર સુધીમાં જમાત-એ-ઇસ્લામીની 200 કરોડ રૂપિયાની 40થી વધુ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આવી તમામ સંસ્થા સામે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, જમાત પાસે હજુ પણ ખીણમાં 120 વધુ મિલકતો છે, જેની કિંમત આશરે 800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તે તમામ કાર્યવાહીના રડાર પર છે. આ યાદીમાં ખાસ કરીને હિઝબુલનું ટોચ લિડરશિપ સામેલ છે, જેની મિલકતો શ્રીનગર, બારામુલ્લા શોપિયાં, અનંતનાગમાં છે. હિઝબુલ ઉપરાંત હુર્રિયત નેતાઓની સંપત્તિની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.

ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, હિઝબુલના નેતાઓ જેમની મિલકતો પર આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબરમાં આતંકવાદી જાહેર કરાયેલા શૌકત અહેમદ શેખ, સલાહુદ્દીનના પુત્ર શાહિદ યુસુફ, હિઝબુલ કમાન્ડર ડો. સૈફુલ્લાહ, હિઝબુલ કમાન્ડર અબુ આબિદાનો સમાવેશ થાય છે. તેમની ઘણી મિલકતો શ્રીનગર અને અનંતનાગમાં છે. આ સિવાય અન્ય હુર્રિયત નેતાઓની સંપત્તિઓ પર પણ ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: 'આજે શાંતિ તો ખૂબ થઈ...', આતંકીના મરવા પર બોલી કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટની પત્ની

જમાત-એ-ઈસ્લામી કાશ્મીરમાં આતંકવાદની નર્સરી

ઉલ્લેખનીય છે કે, શ્રીનગરમાં સ્થિત હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીની સંપત્તિ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને જપ્ત કરવામાં આવી હતી. આ સાથે 17 મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામીને આતંકવાદીઓની નર્સરી માનવામાં આવે છે. 1990ના દાયકામાં આ સંગઠનમાંથી હિઝબુલ મુજાહિદ્દીનનું નેતૃત્વ જન્મ્યું હતું. હિઝબુલ ઉપરાંત અન્ય આતંકવાદી સંગઠનો પણ જમાતના છે. જમ્મુ-કાશ્મીરમાં આ પ્રોપર્ટી પર બે તબક્કામાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં લગભગ 200 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં 800 કરોડની આ મિલકતો પર વહેલી તકે કડક પગલાં ભરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

1941માં બનેલી જમાત-એ-ઈસ્લામી

જમાત-એ-ઈસ્લામીની સ્થાપના બ્રિટિશ ભારતમાં 1941માં ઈસ્લામિક-રાજકીય સંગઠન અને સામાજિક રૂઢિચુસ્ત ચળવળ તરીકે થઈ હતી. તેની સ્થાપના અબુલ અલા મૌદુદી દ્વારા કરવામાં આવી હતી. જેઓ ઇસ્લામિક આલીમ (ધર્મશાસ્ત્રી) અને સામાજિક-રાજકીય ફિલસૂફ હતા. મુસ્લિમ બ્રધરહુડ (ઇખ્વાન-અલ-મુસ્લિમીન, 1928 માં ઇજિપ્તમાં સ્થપાયેલ) સાથે, જમાત-એ-ઇસ્લામી ઇસ્લામની આધુનિક વિભાવના પર આધારિત વિચારધારા ઘડનાર તેના પ્રકારની પ્રથમ હતી.

આ પણ વાંચો:  પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ એક પછી એક અનેક હુમલા કર્યા, 6 જવાનોના મોત

1947 માં ભારતના ભાગલા પછી, જમાત ભારત અને પાકિસ્તાનમાં બે અલગ અને સ્વતંત્ર સંગઠનોમાં વિભાજિત થઈ ગઈ હતી. તેઓનું નામ અનુક્રમે જમાત-એ-ઇસ્લામી હિંદ અને જમાત-એ-ઇસ્લામી પાકિસ્તાન રાખવામાં આવ્યું હતું. 1947થી 1952 સુધી, ઘણા શિક્ષિત યુવાનો અને નીચલા અને મધ્યમ સ્તરની સરકારી નોકરીઓમાં લોકો જમાતના કાશ્મીરી નેતૃત્વ તરફ આકર્ષાયા, જે કાશ્મીરમાં પાકિસ્તાનના જોડાણની તરફેણમાં હતી.
First published:

Tags: Jammu and kashmir, Pakistan news, Terrorist Group

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો