આટલું બધું હોમવર્ક હોય! વડાપ્રધાન મોદીને હોમવર્ક અંગે ફરિયાદ કરતો બાળકીનો વીડિયો વાયરલ

આટલું બધું હોમવર્ક હોય! વડાપ્રધાન મોદીને હોમવર્ક અંગે ફરિયાદ કરતો બાળકીનો વીડિયો વાયરલ

બાળકીએ વીડિયોમાં ખૂબ પ્રેમ ભર્યા અંદાજમાં વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ કરી, આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે

  • Share this:
શ્રીનગર : કોરોના મહામારીના કારણે અનેક લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. વેપાર-ધંધામાં ખોટ ગઈ છે. બાળકોનું શિક્ષણ બગડ્યું છે. આવી સ્થિતિમાં શાળાઓ અને કોચિંગ ક્લાસ ઓનલાઇન માધ્યમથી બાળકોને ભણાવી રહ્યા છે. પરંતુ શિક્ષકો ઓનલાઈન ક્લાસમાં વધુ હોમવર્ક આપી દેતા હોવાની ફરિયાદો કેટલાક બાળકો કરે છે. આવી જ ફરિયાદ જમ્મુ-કાશ્મીરની માસૂમ બાળકીએ કરી છે. જેની ઉંમર માત્ર છ વર્ષની છે. બાળકીએ વડાપ્રધાન મોદી સુધી હોમવર્ક બાબતે પોતાની તકલીફ પહોંચાડવા પ્રયાસ કર્યો છે. તેણે વડાપ્રધાન મોદી સુધી સંદેશો પહોંચાડવા વીડિયો જાહેર કર્યો છે.

તે બાળકીએ વીડિયોમાં ખૂબ પ્રેમ ભર્યા અંદાજમાં વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ કરી છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પણ આ વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો - ઇઝરાયલના વડાપ્રધાન પદના દાવેદાર નફ્તાલી બેનેટ કોણ છે? પેલેસ્ટાઈન અંગે તેમનું વલણ કેવું રહેશે?

વીડિયોમાં છ વર્ષની બાળકી વડાપ્રધાન મોદીને સંદેશ આપતા કહે છે કે, અસ્સલામુ અલૈકુમ મોદી સાહેબ, હું છોકરી બોલી રહી છું. હું ઝૂમ વર્ગ વિશે વાત કરી શકું છું. જે 6 વર્ષના બાળકો છે તેમને કેમ વધુ કામ આપવામાં આવે છે? પહેલા મારે અંગ્રેજી, ગણિત, ઉર્દૂ, ઇવીએસ અને પછી કમ્પ્યુટર કલાસ હોય છે. મારો કલાસ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ચાલે છે. આટલું વર્ક તો મોટા બાળકોને હોય છે.આ વીડિયો ઘણા લોકોને ગમી રહ્યો છે. આ વીડિયો અંગે ઉપરાજ્યપાલ મનોજ સિંહએ એક્શન લીધી છે. તેમણે બાળકીનો વીડિયો શેર કરતી વખતે કહ્યું છે કે, આ ખૂબ પ્રેમાળ ફરિયાદ છે. સ્કૂલના બાળકો પર કામનું ભારણ ઓછું કરવા માટે શાળા શિક્ષા વિભાગને 48 કલાકમાં કારગર નીતિ બનાવવા હુકમ કર્યો છે. બાળપણની માસૂમિયત ભગવાનની ભેટ છે. તેમના દિવસો આનંદથી ભરપૂર હોવા જોઈએ.

આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. 1.11 મિનિટના આ વીડિયોને અત્યાર સુધીમાં 4.89 લાખ લોકો જોઈ ચૂક્યા છે.
First published: