Home /News /national-international /માણસ તરીકે શરમ આવે છે, કાશ્મીર ફાઇલ્સને અશ્લીલ પ્રોપેગન્ડા ફિલ્મ કહેવા બદલ જુઓ કોણે માંગી માફી
માણસ તરીકે શરમ આવે છે, કાશ્મીર ફાઇલ્સને અશ્લીલ પ્રોપેગન્ડા ફિલ્મ કહેવા બદલ જુઓ કોણે માંગી માફી
કાશ્મીર ફાઇલ્સને લઈને ફરી વિવાદનો ભડકો
KASHMIR FILES Nadav Lapid Controversy: IFFIની જ્યુરીના વડા નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ’ને 'અશ્લીલ અને પ્રોપેગન્ડા ફિલ્મ' કહેતા ચારેય તરફ આક્રોશ અને ટીકા-ટિપ્પણીઓનો દોર શરૂ થયો છે.
KASHMIR FILES CONTROVERSY IFFI : ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની જ્યુરીના વડા નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ’ને 'અશ્લીલ અને પ્રોપેગન્ડા ફિલ્મ' કહેતા ચારેય તરફ આક્રોશ અને ટીકા-ટિપ્પણીઓનો દોર શરૂ થયો છે. ભારતમાં જઘન્ય અપરાધને મોટા પડદે દર્શાવતી મૂવીની ટીકા કર્યાના બીજા જ દિવસે આ મામલાને શાંત પાડવા ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને માફી માંગી છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે , 'ભારત અને ઈઝરાયેલ, બંને દેશો અને બંને દેશોના લોકો વચ્ચેની મિત્રતા ખૂબ જ મજબૂત છે. નાદવ લેપિડ, તમે જે નુકસાન કર્યું છે તે સુધારી લેવામાં આવશે. હું એક માણસ તરીકે શરમ અનુભવું છું અને યજમાનો સાથેની આ ખરાબ વર્તણૂક, તેમની ઉદારતા અને મિત્રતાનો જે રીતે બદલો આપ્યો છે તેના માટે હું માફી માંગુ છું.'
An open letter to #NadavLapid following his criticism of #KashmirFiles. It’s not in Hebrew because I wanted our Indian brothers and sisters to be able to understand. It is also relatively long so I’ll give you the bottom line first. YOU SHOULD BE ASHAMED. Here’s why: pic.twitter.com/8YpSQGMXIR
આ સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત ગિલોનના નિવેદનને સમર્થન આપતા ટ્વિટને રીટ્વિટ કર્યું હતું. મહત્વની વાત એ છે કે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ત્યારે આવો બનાવ ચર્ચા જગાવી શકે છે.
શું છે સમગ્ર મામલો ?
ગોવામાં આયોજિત 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં જ્યુરીના વડા નદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ ફિલ્મ જોઈને એવું લાગી રહ્યું છે કે તે માત્ર પબ્લિસિટી માટે જ બનાવવામાં આવી છે અને વલ્ગર છે. આવી ફિલ્મો પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલાત્મક, સ્પર્ધાત્મક વર્ગને શોભે નહીં.
નાદવ લેપિડે TKF વિશે આ ટિપ્પણી કરી ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સ્ટેજ પર તેમની બાજુમાં ઉભા હતા. વિવેક રંજન અગ્નિહોત્રી આ ફિલ્મના નિર્દેશક છે. તેમનું કહેવું છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' દ્વારા તેમણે કાશ્મીરી પંડિતોની દુર્દશા વિશ્વ સમક્ષ વર્ણવી છે, જેમને 3 દાયકા પહેલા પોતાના રાજ્યમાંથી વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે રહેવું પડી રહ્યું છે. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી છે. ફિલ્મ મેકિંગમાં લગભગ 17 કરોડના ખર્ચની સામે વર્લ્ડવાઈડ તેણે લગભગ 400 કરોડનું કલેક્શન નોંધાવ્યું છે.
અગ્નિહોત્રીનો આડકતરો પ્રહાર :
ફિલ્મના પ્રોડ્યુસર વિવેક રંજન અગ્નિહોત્રીએ મંગળવારે સવારે #CreativeConsciousness હેશ ટેગ સાથે એક ટ્વિટમાં લખ્યું, 'સત્ય સૌથી ખતરનાક વસ્તુ છે. તે લોકોને જૂઠું બોલવા માટે મજબૂર કરી શકે છે.' જોકે ટ્વિટમાં ફિલ્મ અથવા કોઈ ખાસ વ્યક્તિનું નામ લેવામાં આવ્યું ન હતુ પરંતુ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર નાદવ લેપિડની ટિપ્પણી પર આડકતરો પ્રહાર હોવાનું મનાઈ રહ્યું છે.
બોલિવૂડમાં ધૂમ મચાવનાર વિવેકની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની વર્ણન છે. તેમાં 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોએ પોતાના દેશમાં સહન કરેલ હિંસા અને રાજ્ય નિકાલને વર્ણવાઈ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અનુપમ ખેરે ટ્વિટ કર્યું, "જૂઠ્ઠાણું ગમે તેટલું ઊંચું હોય... સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે". કાશ્મીર ફાઇલ્સ પર નદવ લેપિડની ટિપ્પણી પર ખેરે કહ્યું કે, "જો હોલોકોસ્ટ સાચો છે, તો કાશ્મીરી પંડિતોની હિજરત પણ સાચી છે. આ પૂર્વયોજિત લાગે છે, કારણ કે ટુલકીટ ગેંગ તરત જ સક્રિય થઈ ગઈ હતી. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.”
ટ્વિટની શ્રેણીમાં નાદવ લેપિડને સંબોધતા ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને લખ્યું, 'ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવામાં આવે છે કે મહેમાન ભગવાન સમાન છે. તમે @IFFIGoa ખાતે જ્યુરીની પેનલની અધ્યક્ષતા માટેના ભારતના આમંત્રણનો, તમારામાં મૂકેલા વિશ્વાસ, તમને આપેલ આદર-માન-સન્માન અને ઉષ્માભર્યા આતિથ્યનો તમે દુરુપયોગ કર્યો છે. અમારા ભારતીય મિત્ર ફૌદાના નિર્માતાઓ અને કલાકારોને ભારતમાં #Fauda અને #Israel પ્રત્યેના પ્રેમની ઉજવણી કરવા આમંત્રણ આપ્યું. મને લાગે છે કે તમને ઇઝરાયેલી તરીકે અને મને ફિલ્મ ફેસ્ટિવલમાં ઇઝરાયેલના રાજદૂત તરીકે આમંત્રણ આપવા પાછળ કદાચ ફૌદા જ જવાબદાર છે.'
ઈઝરાયેલના રાજદૂતે આગળ લખ્યું, હું સમજું છું કે નાદવ લેપિડે પોતાના વર્તનને યોગ્ય ઠેરવવા માટે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે પરંતુ મને એ સમજાતું નથી કે તમે(નાદવ લેપિડ) @ynetnewsને પછીથી કેમ કહ્યું. મેં મંત્રીને સ્ટેજ પર કહ્યું કે આપણા દેશોમાં સમાનતા છે કારણ કે આપણે એક સામાન્ય દુશ્મન સામે લડીએ છીએ અને ખરાબ પડોશમાં રહીએ છીએ. અમે અમારા દેશો વચ્ચે સમાનતા અને નિકટતા વિશે વાત કરી. મંત્રીએ ઇઝરાયેલની તેમની મુલાકાતો વિશે ચર્ચા કરી, અમને એક હાઇટેક રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું.
ભારતીય ફિલ્મો જોઈને મોટા થયા છીએ
તેમને વધુમાં કહ્યું કે અમે ભારતીય ફિલ્મો જોઈને મોટા થયા છીએ. ભારત આટલી વિશાળ ફિલ્મ સંસ્કૃતિ ધરાવતું હોવા છતા ઈઝરાયેલના કન્ટેન્ટ (ફૌદા અને અન્ય ફિલ્મો, વેબ સિરીઝ)નો ઉપયોગ કરી રહ્યું છે તે ખરેખર અમારા માટે ગર્વની વાત છે. હું કોઈ ફિલ્મ એક્સપર્ટ નથી પરંતુ હું જાણું છું કે ઐતિહાસિક ઘટનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા પહેલા તેની વાત કરવી અસંવેદનશીલ છે. કાશ્મીરમાં બનેલી ઘટના ભારત પર અને ભારતના પંડિતો પર એક ખુલ્લો ઘા છે કારણ કે તેના પીડિતો હજુ પણ આપણી આસપાસ છે અને આ જઘન્ય અપરાધની કિંમત તેઓ ચૂકવી રહ્યા છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર