2014 પછી કાશ્મીરની સ્થિતિ બદતર, દર બે આતંકીએ આપણે એક જવાન ગુમાવ્યો

News18 Gujarati
Updated: February 21, 2019, 4:20 PM IST
2014 પછી કાશ્મીરની સ્થિતિ બદતર, દર બે આતંકીએ આપણે એક જવાન ગુમાવ્યો
પ્રતિકાત્મક તસવીર

સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ (SATP) પર વર્ષ 2014થી 2019 સુધીના ડેટાનું એનાલિસિસ આપવામાં આવ્યું છે, જેના પરથી જાણવા મળે છે કે ખીણમાં 2018માં પહેલા કરતાં વધારે હિંસા થઈ છે.

  • Share this:
નિકિતા વશિષ્ઠ/ પૂજા દંતેવાડિયા

વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર બની ત્યારે તેની સામે કાશ્મીરમાં શાંતિ સ્થાપવાનો પડકાર હતો. ભારતે પાકિસ્તાન સાથે સારા સંબંધો સ્થાપવાનો પ્રયાસ કર્યો. વાતચીતની શરૂઆત કરવાાનો પ્રયાસ કર્યો, પરંતુ પાકિસ્તાનના નાપાક ઇરાદાએ આ પ્રયાસોનો આગળ વધવા દીધા નહીં અને એક પછી એક હુમલાઓ થવા લાગ્યા. હવે પાકિસ્તાન તરફથી વધુ એક જખ્મ આપવામાં આવ્યું છે, જેમાં ગુસ્સો, આક્રોશ, ગમ છે. આપણે પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો ગુમાવ્યા છે.

પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલામાં આદિલ અહમદ ડાર નામના આતંકવાદીએ 350 કિલોગ્રામ વિસ્ફોટકો ભરેલી એક ગાડી સીઆરપીએફના કાફલા સાથે અથડાવી દીધી. આ ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદે લીધી હતી.

વર્ષ 2014 બાદ કાશ્મીરની સ્થિતિ વધુ કથળી અહીંયા રોજબરોજ આતંકવાદી હુમલાઓ થયા અને દર 2 આતંકવાદીના મોત પર આપણે એક જવાન ગુમાવ્યો.

આ પણ વાંચો: અર્ધ સૈન્ય દળને હવાઇ માર્ગથી આવન-જાવનને મળી મંજૂરી, શહીદનાં બાળકોને બોર્ડ પરીક્ષામાં રાહત

ગત 8 જુલાઈ 2016ના રોજ થયેલી અથડામણમાં આતંકવાદી બુરહાન વાણીને ભારતીય સેનાએ ઠાર કરી નાખ્યો હતો ત્યારબાદ કાશ્મીર ખીણમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. લોકો રસ્તા પર ઉતરી આવે છે અને સૈનિકો શહીદ થઈ રહ્યાં છે. મોદી સરકાર ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહી છે, અને કાશ્મીરમાં જન જીવન થાળે પાડવાના પ્રયાસ શરૂ છે પરંતુ આ તમામ પ્રયાસો નિર્થક સાબિત થઈ રહ્યાં છે.
પુલવામા આત્મઘાતી હુમલો આ પ્રકારનો બીજો હુમલો હતો. અગાઉ વર્ષ 2000ની સાલમાં શ્રીનગરના અંસેબલીમાં સ્યુસાઇડ કાર બૉમ્બિંગ બાદ આ ત્રીજો હુમલો હતો. શ્રીનગરના અંસેબલીમાં થયેલા હુમલામાં 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે3 આતંકવાદી ઠાર મરાયા હતા. ત્યારબાદ વર્ષ 2001માં એક સ્થાનિક આતંકવાદીએ શ્રીનગરના બાદામીઢ સ્થિત આર્મી કૅન્ટોનમેન્ટમાં વિસ્ફોટકો ભરેલી સામગ્રી સાથે હુમલો કર્યો હતો. પુલવામાં સહિત ત્રણે હુમલાને જૈશ-એ-મોહમ્મદે અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં આ ભાઈ ગુજરાતી ભાષા બચાવવા જનજાગૃતિ ફેલાવે છે અને આ છે આપણા જીતુભાઇ વાઘાણી...!!

સાઉથ એશિયા ટેરિરિઝમ પોર્ટલ પર આપવામાં આવેલા વર્ષ 2014-2019 સુધીના ડેટા મુજબ, ખીણમાં વર્ષ 2018માં અગાઉના વર્ષો કરતાં સ્થિતિ ઘણી ગંભીર બની. ગત વર્ષે નાના મોટા 205 હુમલા થયા, જ્યારે 2017માં હિંસાના કારણે 164,2016માં 112, 2015માં 88 અને 2014માં 90 ઘટનાઓ ઘટી. જ્યારે વર્ષ 2019માં અત્યાર સુધીમાં કુલ 16 હુમલા થઈ ચુક્યા છે.

ન્યૂઝ 18નું એનાલિસિસ દર્શાવે છે કે એવરેજ દરેક અથડામણમાં 2 આતંકવાદીઓના મોત પર આપણે એક જવાન ગુમાવ્યો છે. જ્યારે દર 82 આતંકવાદીઓની મોત પર આપણા 18 સ્થાનિક નાગરીકોના મોત પણ થયા છે.

SATPના એનાલિસિસમાં એ બાબત ઉભરી આવી છે કે ગત વર્ષે સુરક્ષાદળોએ 107 આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં 105 આતંકવાદીઓ ઠાર કર્યા હતા.

આ પણ વાંચો: પુલવામાં પછી ફરી એક મોટા હુમલાની ફિરાકમાં જૈશ!

વર્ષ 2014થી લઈને અત્યારસુધીમાં 381 જવાનો આતંકવાદીઓના નિશાને આવ્યા છે. સૌથી વધુ હુમલા ગત વર્ષે થયા હતા. ગત વર્ષના હુમલામાં આપણા 81 જવાનો શહીદ થયા અને 38 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડાઓ મુજબ, વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરમાં નાગરિકો, સુરક્ષા દળો, આતંકવાદીઓ ત્રણેની મોતમાં વધારો થયો છે.

સાઉથ એશિયા ટેરિરિઝમ પોર્ટલ (STAP)મુજબ, વર્ષ 2014થી વર્ષ 2018ની વચ્ચે સામાન્ય લોકોની મોતમાં 35.71 ટકાનો વધારો થયો છે. જોકે, વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2018માં 134 ટકા વધારે આતંકવાદીઓના મોત થયા છે.


આ પણ વાંચો: પુલવામા હુમલાનાં 6 દિવસ બાદ FIR દાખલ, NIAનાં જૈશ અને મસૂદ અઝરનું નામ ફરિયાદમાં દાખલ

STAP મુજબ, વર્ષ 2014માં ઇન્ડિયન આર્મીએ 110 આતંકવાદીઓ માર્યા હતા, જ્યારે વર્ષ 2018માં આ સંખ્યા 257ની થઈ ગઈ છે. આ પાંચ વર્ષોમાં કુલ 838 આતંકવાદીઓને ઇન્ડિયન આર્મીએ ઠાર માર્યા છે. જ્યારે વર્ષ 2014-2018 સુધીમાં કુલ 1315 લોકો આતંકવાદના કારણે મર્યા છે. જેમાં 138 નાગરીક 339 સુરક્ષાદળના જવાનો, 838 આતંકવાદીઓનો સમાવશે થાય છે.

આ પણ વાંચો: 'મોદી અંકલ મેરી ખ્વાહિશ હૈ કી આપ પાકિસ્તાન કો મુંહતોડ જવાબ દેના'
First published: February 21, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading