Home /News /national-international /

Kashi Vishwanath Dham: કાશી વિશ્વનાથ ધામનું આજે PM મોદીના હસ્તે લોકાર્પણ, શ્રદ્ધાળુઓને મળશે આ 10 ખાસ સુવિધાઓ

Kashi Vishwanath Dham: કાશી વિશ્વનાથ ધામનું આજે PM મોદીના હસ્તે લોકાર્પણ, શ્રદ્ધાળુઓને મળશે આ 10 ખાસ સુવિધાઓ

કાશી આવતા શ્રદ્ધાળુઓ માટે વિશ્વનાથ ધામમાં યોગ અને ધ્યાન કેન્દ્રના રૂપમાં વૈદિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.

Kashi Vishwanath Dham: કાશી વિશ્વનાથ ધામને પ્રાચીન વિશ્વનાથ મંદિરના મૂળ સ્વરૂપને જાળવી રાખતા 55 હજાર ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. અહીં ભક્તોની સુવિધાઓની ખાસ કાળજી રાખવામાં આવી છે.

    વારાણસી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવાર 13 ડિસેમ્બરે વારાણસીમાં ભાજપ સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ ધામ (Kashi Vishwanath Dham)નું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ ધામને પ્રાચીન વિશ્વનાથ મંદિરના મૂળ સ્વરૂપને જાળવી રાખતા 55 હજાર ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાડા ત્રણસો વર્ષ બાદ કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારનું કામ કરવામાં આવ્યું છે. આ પહેલા રાણી અહલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો મહારાજા રણજીત સિંહે શિખર પર સોનાનો ઢોળ ચડાવીને બાબા વિશ્વનાથ મંદિરને ભવ્ય રૂપ આપ્યું હતું.

    સાંકડી શેરીઓ અને સાંકડા રસ્તાઓવાળા વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના નિર્માણની પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી. આ માટે 315 ઇમારતો સંપાદિત કરવામાં આવી હતી, જેમાં 700 જેટલા પરિવારો અને નાના-મોટા દુકાનદારોને વિસ્થાપિત કરીને આજે આ ધામને ભવ્ય સ્વરૂપમાં આવ્યું છે. તેને બનાવવામાં લગભગ 800 કરોડનો ખર્ચ થયો છે. કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા ધાર સુધી તૈયાર કાશી વિશ્વનાથ ધામમાં ભક્તોની સુવિધાઓની ખાસ કાળજી રાખવામાં આવી છે.

    • વિશ્વનાથ મંદિરની આસપાસ અગાઉ જ્યાં માત્ર સાંકડી શેરીઓ હતી, ત્યાં વિશ્વનાથ ધામમાં પ્રવેશવા માટે 4 વિશાળ દરવાજા બનાવવામાં આવ્યા છે.

    • સમગ્ર ધામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના પર નજર રાખવા માટે એક હાઇટેક કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે.

    • આ ધામના નિર્માણ બાદ હવે કાશી વિશ્વનાથ મંદિર સીધું ગંગા સાથે જોડાઈ ગયું છે. એવામાં ભક્તો હવે જલાસેના, મણિકર્ણિકા અને લલિતા ઘાટ પર ગંગામાં સ્નાન કર્યા પછી સીધા બાબા વિશ્વનાથ ધામમાં પ્રવેશ કરી શકશે.

    • કાશી વિશ્વનાથ ધામમાં 3 પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ભક્તો પોતાનો સામાન રાખીને ત્યાં બેસીને આરામ કરી શકશે.

    • ભક્તો માટે અહીં બાબા ભોલનાથની ભોગશાળાની પણ સ્થાપના કરવામાં આવી છે, જ્યાં 150 ભક્તો એકસાથે બેસીને બાબા વિશ્વનાથનો પ્રસાદ લઈ શકશે.

    • કાશી વિશ્વનાથ ધામમાં ઈમરજન્સી મેડિકલ સુવિધાથી લઈને એમ્બ્યુલન્સ સુધીની વ્યવસ્થા હશે.

    • વિશ્વનાથ ધામમાં મહાસ્મશાન મણિકર્ણિકાથી માત્ર 100 પગલાં દૂર મુમુક્ષુ ભવન બનાવવામાં આવ્યું છે.

    • કાશી આવતા શ્રદ્ધાળુઓ માટે વિશ્વનાથ ધામમાં યોગ અને ધ્યાન કેન્દ્રના રૂપમાં વૈદિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.

    • અહીં વિકલાંગ અને વૃદ્ધોની અવરજવર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધામમાં રેમ્પ અને એસ્કેલેટરની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે.

    • બાબા વિશ્વનાથ ધામમાં મહાદેવના પ્રિય રૂદ્રાક્ષ, બેલ, પારિજાતના છોડ તેમજ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર ધામ પરિસરમાં કરવામાં આવી રહ્યું છે.

    Published by:Nirali Dave
    First published:

    Tags: Kashi Vishwanath Corridor, PM narendra modi inaugurate projects, Varanasi, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन