Home /News /national-international /

Kashi Vishwanath: હજારો વર્ષ જૂનો છે કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ, વાંચો મંદિર બનવા અને તૂટવાની રસપ્રદ કહાની

Kashi Vishwanath: હજારો વર્ષ જૂનો છે કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ, વાંચો મંદિર બનવા અને તૂટવાની રસપ્રદ કહાની

કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

Kashi Vishwanath Temple: કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંથી એક છે. PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું પહેલું ચરણ (Kashi Vishwanath Corridor) લોકો સમર્પિત કરશે.

    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું પહેલું ચરણ (Kashi Vishwanath Corridor) લોકો સમર્પિત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મોટા પ્રોજેક્ટથી વારાણસીમાં પર્યટન (Varanasi Tourism)ને પ્રોત્સાહન મળશે. આ કામ શરૂ કરવા માટ 8 માર્ચ, 201ના રોજ વડાપ્રધાને આ પરિયોજનાનો પાયો નાખ્યો હતો. આ પરિયોજનાની વિશાળતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, આ પરિયોજના હવે લગભગ 5 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી છે, જ્યારે અગાઉ તે આશરે 3000 સ્ક્વેર ફૂટ સુધી સીમિત હતું.

    આવો જાણીએ કાશી વિશ્વનાથ મંદિરના ઇતિહાસ વિશે. ક્યારે આ મંદિરનું નિર્માણ થયું અને કોણે-કોણે તે તોડ્યું...

    જ્યોતિર્લિંગઃ કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંથી એક છે. કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. માનવામાં આવે છે કે, એક વખત આ મંદિરના દર્શન કરવા અને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

    11મી સદીમાં નિર્માણઃ આ મંદિર ગંગા નદીના પશ્ચિમના તટ પર છે. કહેવામાં આવે છે કે આ મંદિરનું બીજી વખત નિર્માણ 11મી સદીમાં રાજા હરીશચંદ્રે કર્યું હતું. 1194ની સાલમાં મુહમ્મદ ગૌરીએ તેને તોડાવી નાખ્યું હતું. મંદિર ફરી એક વખત બનાવવામાં આવ્યું, પરંતુ 1447માં તે ફરીથી જૌનપુરના સુલ્તાન મહમૂદ શાહે તોડી નાખ્યું. ઇતિહાસના પાના ઉથલાવીએ તો ખબર પડે છે કે કાશી મંદિરના નિર્માણ અને તોડવાની ઘટનાઓ 11મી સદીથી લઈને 15મી સદી સુધી ચાલી.

    શાહજહાંએ મંદિર તોડવા માટે સેના મોકલીઃ 1585ની સાલમાં રાજા ટોડરમલની મદદથી પંડિત નારાયણ ભટ્ટે મંદિર બનાવ્યું હતું, પરંતુ 1632માં શાહજહાએ તે તોડવા માટે સેનાની એક ટુકડી મોકલી હતી. હિન્દુઓના વિરોધના કારણે સેના પોતાનું ધાર્યું નહોતી કરી શકી. કહેવામાં આવે છે કે, 1 એપ્રિલ, 1669માં ઔરંગઝેબે આ મંદિર ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

    આ પણ વાંચો: કાશી વિશ્વનાથ ધામનું આજે PM મોદીના હસ્તે લોકાર્પણ, શ્રદ્ધાળુઓને મળશે આ 10 ખાસ સુવિધાઓ

    હાલના મંદિરનું નિર્માણ ક્યારેઃ હાલના મંદિરનું નિર્માણ મહારાણી અહલ્યા બાઈ હોલ્કરે 1780માં કરાવ્યું હતું. બાદમાં મહારાણા રણજીત સિંહે 1853માં 1000 કિલોગ્રામ સોનું દાન કર્યું હતું.

    દર્શન કરનારાઓનું લાંબુ લિસ્ટઃ કહેવામાં આવી રહ્યું છે કે, આ મંદિરમાં દર્શન કરવા માટે આદિ શંકરાચાર્ય, સંત એકનાથ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ અને ગોસ્વામી તુલસીદાસ આવ્યા હતા.

    આ પણ વાંચો: રિવર ક્રૂઝમાં બેઠક, ઘાટ પર ગંગા આરતી, કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, આવો છે PM મોદીનો કાર્યક્રમ

    મંદિર પાસે મસ્જિદ પણ છેઃ મંદિરની પાસે જ જ્ઞાનવાપી મસ્જિદ છે. કહેવામાં આવે છે કે, મસ્જિદ મંદિરની જ મૂળ જગ્યા પર બનાવવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદ મુગલ શાસક ઔરગંઝેબે મંદિર તોડીને બનાવી હતી. આ ઉપરાંત અહીં આલમગિરી મસ્જિદ છે, તે પણ ઔરંગઝેબે મંદિર તોડીને બનાવી હતી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: History, Kashi Vishwanath Corridor, Kashi Vishwanath temple, Kashi Vishwanath કાશી વિશ્વનાથ, Varanasi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन