UP: કાસગંજમાં વિકાસ દુબે જેવો કાંડ, કોન્સ્ટેબલની હત્યા, સબ-ઇન્સ્પેક્ટરને લોહીલુહાણ કરી જંગલમાં ફેંકી દીધા

દારુ માફિયાને પકડવા ગયેલા પોલીસકર્મીઓ ઉપર જીવલેણ હુમલો, UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક પગલાં ભરવા આપ્યા આદેશ

દારુ માફિયાને પકડવા ગયેલા પોલીસકર્મીઓ ઉપર જીવલેણ હુમલો, UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક પગલાં ભરવા આપ્યા આદેશ

 • Share this:
  અજેન્દ્ર શર્મા, કાસગંજ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાસગંજ (Kasganj)માં બિકરૂ કાંડ (Bikroo Kand)નું પુનરાવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વોરન્ટીને પકડવા ગયેલી પોલીસને પહેલા બંધક બનાવી દેવામાં આવી. બાદમાં બદમાશોએ સબ-ઇન્સ્પેક્ટર અશોક અને કોન્સ્ટેબલ દેવેન્દ્ર સાથે ખૂબ મારપીટ કરી. કોન્સ્ટેબલનું મોત થઈ ગયું તો સબ-ઇન્સ્પેક્ટર અશોક ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસ ટીમને બંધક બનાવવાની જાણ થતાં જ પોલીસબેડામાં ખળભળાટ મળી ગયો. તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. લોહીલુહાણ સબ-ઇન્સ્પેક્ટર અશોક અને કોન્સ્ટેબલ દેવેન્દ્ર ખેતરમાં ગંભીર હાલતમાં મળ્યા. પોલીસનું માનવું છે કે બદમાશ વિકાસ દુબે કાંડ જેવી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. સિઢપુરા પોલીસ સ્ટેશનની હદના નગલા ધીમર ગામની આ ઘટના છે.

  કાસગંજમાં કોન્સ્ટેબલની હત્યા બાદ ગંભીર હાલતમાં સબ-ઇન્સ્પેક્ટરને અલીગઢ રેફર કરવામાં આવ્યા છે. કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર પર તે સમયે હુમલો થયો જ્યારે તેઓ વોરેન્ટનું પાલન કરવા ત્રિપુરા ક્ષેત્રના એક ગામમાં ગયા હતા. બંને પર હુમલો કરીને તેમને જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. ચાર કલાકથી વધુ સમય શોધખોળ કર્યા બાદ પોલીસ બંને સુધી પહોંચી શકી હતી. આ મામલામાં દારૂ માફિયા મોતીનું નામ સામે આવી રહ્યું છે. પોલીસ ટીમ પર ખતરનાક હુમલો કરનારા આરોપીઓન તલાશ ચાલી રહી છે. સમગ્ર ગામને પોલીસ અને પીએસીએ ઘેરી દીધું છે.

  આ પણ વાંચો, દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલે માતા-પિતાની હત્યા કરી લાશોને આંગ ચાંપી, પોતે કરી દીધી આત્મહત્યા

  માનવામાં આવી રહ્યું છે કે કોન્ટેસાબલ અને સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો કરવામાં મોતી અને તેના ડઝનબંધ સાથીઓ સામેલ હતા. આગ્રાના એડીજી અજય આનંદે જણાવ્યું કે પોલીસની 6 ટીમોની રચના કરીને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘણો ગંભીર પ્રકૃતિનો અપરાધ છે. કોઈ પણ સ્થિતિમાં અપરાધીઓને માફ નહીં કરવામાં આવે. અપરાધીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.


  મુખ્યમંત્રી યોગીએ આપ્યા સખ્ત નિર્દેશ

  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કાસગંજમાં બનેલી ઘટના પર ગંભીર નોંધ લીધી છે. તેઓએ આ ઘટનાના સંબંધમાં દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર અપરાધ અને અપરાધીઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે. કાયદા અને વ્યવસ્થાના સંબંધમાં કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરતાં સંબંધિત દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી આ ઘટનામાં ઘાયલ સબ-ઇન્સ્પેક્ટરની તમામ યોગ્ય સારવાર પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

  આ પણ વાંચો, દિલ્હીના CM કેજરીવાલની દીકરી સાથે 34 હજારની ઠગી, OLX પર જૂનો સોફો વેચવા જતાં થઈ છેતરપિંડી

  આ ઉપરાંત યોગી આદિત્યનાથે શહીદ કોન્સ્ટેબલના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં 50 લાખ રૂપિયાની આર્થિક સહાયતા અને આશ્રિતને સરકારી નોકરી આપવાના પણ નિર્દેશ આપ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: