Home /News /national-international /

કસૌલીમાં મહિલા ઓફિસરની હત્યા: આખરે શું થયું હતું? જાણો આખી ઘટના

કસૌલીમાં મહિલા ઓફિસરની હત્યા: આખરે શું થયું હતું? જાણો આખી ઘટના

    અનુરાધા શુક્લા

    'પરિસ્થિતિ ખૂબ જ તણાવભરી છે...આજનો દિવસ પણ મુશ્કેલીભર્યો રહેશે.' મંગળવારે નોકરી પર જતા પહેલા સોલનની ટાઉન પ્લાનર શૈલબાલા શર્માએ પોતાના પતિને આ વાત કહી હતી. એ વખતે કદાચ તેને અંદાજ ન હતો કે તે તેના પતિ સાથે છેલ્લી વખત વાત કરી રહી છે. એનજીટી અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે કસૌલીમાં આવેલી 13 હોટલ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા બાંધકામને તોડી પાડવામાં આવે. મંગળવારે આ માટે મહિલા અધિકારી શૈલબાલા શર્મા પોતાની ટીમ સાથે એક ગેસ્ટ હાઉસ તોડવા માટે પહોંચી હતી. અહીં હોટલ માલિક વિજયસિંહે તેને ગોળી મારી દીધી હતી. શૈલબાલાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

    શૈલબાલાના પતિ વીપી શર્મા ખૂબ જ ગુસ્સામાં અને આઘાતમાં છે. તે સતત એવું કહી રહ્યા છે કે તેમનો એકમાત્ર પુત્ર તેની માતા વગર કેવી રીતે રહી શકશે. વીપી શર્મા ચંબા ઘાટમાં નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ મશરુમમાં ડાયરેક્ટર છે અને તેનો પુત્ર ડોક્ટર છે. વીપી શર્માએ કહ્યું, 'તેણે મને ગોળી મારી દેવી જોઈતી હતી...અમે પરિવારમાં ત્રણ સભ્યો જ હતા.'

    ત્રણ માળનું ગેસ્ટ હાઉસ તોડવા આવી પહોંચેલા શૈલબાલા સાથે દલીલ કરતા વિજય સિંહે કહ્યું હતું કે ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ ખોટો છે. શૈલબાલાએ વિજયને કહ્યું હતું કે, 'આદેશ ઉપરથી આપવામાં આવ્યા છે.' નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગેરકાયદે બાંધકામને પગલે હોટલમાં આવતા લોકોનાં જીવ પર ખતરો તોળાતો રહે છે. આથી તેને તોડી પાડવામાં આવે.

    અધિકારી સાથે દલીલ બાદ જ્યારે વિજય પાસે કોઈ રસ્તો ન બચ્યો તો તેણે સવારે 9.30 વાગ્યે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળે હાજર ડીએસપીએ બે પોલીસકર્મીને વિજયને પોલીસ સ્ટેશન લઈ જવાનો આદેશ કર્યો હતો. પરંતુ કોઈ કારણથી આદેશનું પાલન થયું ન હતું.

    વિજયે અધિકારીઓને વિનંતી કરી કે તેને થોડો સમય આપવામાં આવે. તે અધિકારીઓના પગે પણ પડ્યો હતો. વિજયે સ્વીકાર કર્યો હતો કે ભોંયતળિયા અને ઉપરના માળનું બાંધકામ ગેરકાયદે હતું. પરંતુ શૈલબાલા દબાણ હટાવવા પર મક્કમ હતી. ઘટનાસ્થળે વિજયની માતા અને પત્ની પણ હાજર હતી.

    થોડીવારમાં અહીં સ્થિતિ બદલાઈ ગઈ હતી. ગેરકાયદે દબાણ હટાવવા આવેલા તમામ અધિકારીઓ અહીંથી નીકળીને બીજી જગ્યાએ પહોંચી ગયા હતા. અહીં શૈલબાલા અને એક પીડબ્લ્યૂ અધિકારી અને એક એસએચઓ હાજર હતા.

    શૈલબાલા જેવી ગેસ્ટ હાઉસના રિસેપ્શન પર પહોંચી તો વિજયે મિજાજ ગુમાવી દીધો હતો અને તેણે પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી ત્રણ ગોળી શૈલબાલા પર છોડી હતી. જેમાંથી એક ગોળી તેના માથામાં અને બીજી ગોળી તેની છાતીમાં વાગી હતી. શૈલબાલા ઘટનાસ્થળે જ ઢળી પડી હતી. આ ફાયરિંગમાં પીડબ્લ્યૂ વિભાગનો એક કર્મચારી પણ ઘાયલ થયો હતો.

    ઘટનાસ્થળે હાજર એસએચઓએ તેની રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગેરકાયદે દબાણ હટાવવા પહોંચેલા 50 પોલીસકર્મીઓમાંથી અમુક પાસે જ લાકડી હતી. બાકીના લોકો ખાલી હાથ પહોંચ્યા હતા.

    વાંચોઃ આ રીતે હત્યા થશે તો અમે આદેશ આપવાનું બંધ કરી દઈશુંઃ સુપ્રીમ કોર્ટ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Guest house, Illegal construction, Kasauli, Shailbala, Supreme Court, Town planner, Vijaysinh, Woman officer shot dead

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन