Home /News /national-international /બિહાર : કાર્તિકી પૂર્ણિમા પર સ્નાન દરમિયાન ડૂબી જવાથી 12 લોકોનાં મોત

બિહાર : કાર્તિકી પૂર્ણિમા પર સ્નાન દરમિયાન ડૂબી જવાથી 12 લોકોનાં મોત

આજે સવારે કાર્તિકી પૂર્ણિમાના અવસરે સીતામઢીના બૈરગનિયામાં મોટી દુર્ઘટના થઈ હતી. અહીં બાગમતી નદીમાં ચાર લોકો ડૂબી ગયા હતા.

આજે સવારે કાર્તિકી પૂર્ણિમાના અવસરે સીતામઢીના બૈરગનિયામાં મોટી દુર્ઘટના થઈ હતી. અહીં બાગમતી નદીમાં ચાર લોકો ડૂબી ગયા હતા.

    સીતામઢી : કાર્તિકી પૂર્ણિમા (Kartik Purnima)ના અવસરે બિહાર (Bihar)ના અનેક જિલ્લાઓમાં ડૂબી જવાથી થયેલા મોતનો આંકડો 12 પર પહોંચી ગયો છે. નવાડા અને નાલંદા (Nawada And Nalanda)માં ત્રણ-ત્રણ લોકોનાં મોત થયા છે. પટનાના પૂરમાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે. જ્યારે મોતિહારી (Motihari), છપરા (Chhapra),ઔરંગાબાદ (Aurangabad) અને સીતામઢી (Sitamarhiમાં એક-એક વ્યક્તિનાં મોતનાં સમાચાર છે. જ્યારે અલગ અલગ દુર્ઘટનામાં ચાર લોકો ગુમ થયા છે.

    આજે સવારે કાર્તિકી પૂર્ણિમાના અવસરે સીતામઢીના બૈરગનિયામાં મોટી દુર્ઘટના થઈ હતી. અહીં બાગમતી નદીમાં ચાર લોકો ડૂબી ગયા હતા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, અન્ય એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગુમ છે. એસડીઆરએફની ટીમ બંનેની શોધખોળ કરી રહી છે.

    કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિકી પૂર્ણિમાને લઈને મંગળવારે અહીં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અહી તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. અહીં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા ન હતા, એટલું જ નહીં સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ જ કારણે સ્નાન વખતે ચાર લોકો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.



    કાર્તિકી પૂર્ણિમાને લઈને સીતામઢીના બૈરગનિયામાં રહેતા રાહુલ ઝા, પંકજ મિશ્રા, સુધાંશુ મિશ્રા અને પ્રકાશ ઝા નહાવા માટે બાગમતી નદીમાં પડ્યા હતા. અહીં ભીડ લાગી હતી. ચારેય ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

    ચારેય ડૂબી ગયાના સમાચાર મળતા જ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ પંકજ ઝાને સલામત રીતે બહાર કાઢી લીધો હતો, જ્યારે પ્રકાશ ઝાનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. સુધાંશુ અને રાહુલ ગુમ થયા છે. સ્થાનિક લોકોનાં હંગામાં બાદ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

    ઘટનાના સમાચાર મળતા જ જિલ્લા હેડક્વાર્ટરથી ડીએમ, એસડીએમ અને ડીએસપીને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા.

    ઇનપુટ : રાકેશ રંજન
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો