કોંગ્રેસે ઉમેદવારોનું 9મું લીસ્ટ કર્યું જાહેર, કાર્તિ ચિદમ્બર શિવગંગાથી લડશે ચૂંટણી

News18 Gujarati
Updated: March 24, 2019, 6:20 PM IST
કોંગ્રેસે ઉમેદવારોનું 9મું લીસ્ટ કર્યું જાહેર, કાર્તિ ચિદમ્બર શિવગંગાથી લડશે ચૂંટણી
કોંગ્રેસે પોતાના ઉમેદવારોનું 9મું લીસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસે આ લીસ્ટમાં 10 વધુ 10 ઉમેદવારના નામ જાહેર કર્યા

કોંગ્રેસે પોતાના ઉમેદવારોનું 9મું લીસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસે આ લીસ્ટમાં 10 વધુ 10 ઉમેદવારના નામ જાહેર કર્યા

  • Share this:
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, એવામાં દેશના તમામ પક્ષ પોત-પોતાના ઉમેદવારની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોનું 9મું લીસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસે આ લીસ્ટમાં 10 વધુ 10 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પી ચિદંબરમના દીકરા કાર્તિ ચિદમ્બરમને કોંગ્રેસે તામિલનાડુના શિવગંગાથી ટિકિટ આપી છે.

કોંગ્રેસે જે 10 ઉમેદવારના નામ જાહેર કર્યા તેમાં બિહારની 3 સીટ, જમ્મુ-કાશ્મીરની 1, કર્ણાટકની 1, મહારાષ્ટ્રની 4 અને તામિલનાડુની 1 સીટના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.

જો બિહારની વાત કરીએ તો, બિહારમાં રાકાંપાના પૂર્વ નેતા તારિક અનવરને કટિહારથી, મોહદ જાવેદને કિશનગંજથી અને ઉદય સિંહ ઉર્ફે પપ્પુ સિંહને પુર્નિયાથી મેદાનમાં ઉતાર્યા છે. તો જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા સીટ પર હાજી ફારૂક મીરનું નામ જાહેર કરાયું, આ બાજુ કર્ણાટકની મહત્વની બેંગ્લોર દક્ષિણ સીટ પરથી બી કે હરિપ્રસાદનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો, અકોલાથી હિદાયત પટેલ, રામટેકથી કિસોર ઉત્તમરાઓ ગાજભીયે, ચંદરપુરથી સુરેશ ધાનોરકર અને હિન્ગોલીથી સુભાષ વાનકેડેને ટિકીટ આપવામાં આવી છે. આ બાજુ તામીલનાડુથી કાર્તિ ચિદંબરમને શિવગંગા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, શનિવારે પણ કોંગ્રેસે પોતાનું 8મું લીસ્ટ પણ જાહેર કર્યું હતું. કોંગ્રેસે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાકંડ અને મણીપુરમાં લોકસભાની 38 સીટો માટે શનિવારે ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આ લીસ્ટમાં પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ભોપાલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તો ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતને રાજ્યની નૈનિતાલ-ઉધમનગર સીટથી ટિકિટ આપવામાં આવી છે.
First published: March 24, 2019
વધુ વાંચો
अगली ख़बर