નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)કર્તવ્ય પથ (kartavya path)પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિભાનું અનાવરણ કર્યું હતું. 28 ફૂટ ઉંચી આ પ્રતિમા સિંગલ ગ્રેનાઇટ પત્થરથી બનાવવામાં આવી છે. આ પછી કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું હતું. કર્તવ્ય પથના ઉદ્ઘાટન પછી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે કર્તવ્ય પથ પર આખા દેશની નજર છે. આજે દેશને નવી ઉર્જા અને નવી પ્રેરણા મળી છે. ગુલામીનું પ્રતિક રાજપથ આજે ઇતિહાસની વાત બની ગયો છે. આ માટે બધા દેશવાસીઓને અભિનંદન.
પીએમ મોદીએ કહ્યું કે આઝાદી પછી નેતાજીના યોગદાનને ભુલાવી દેવામાં આવ્યું. દેશ જો નેતાજીએ દેખાડેલા રસ્તા પર ચાલ્યો હોત તો તસવીર કાંઇક અલગ હોત. દુર્ભાગ્યથી નેતાજીના યોગદાનને ભુલાવી દેવામાં આવ્યું.
આજે સશક્ત ભારતની પ્રાણ પ્રતિષ્ઠા થઇ - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે ઇન્ડિયા ગેટ સમીપ આપણા રાષ્ટ્રનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની વિશાળ મૂર્તિ પણ સ્થાપિત થઇ છે. ગુલામીના સમયે અહીં બ્રિટીશ રાજસત્તાના પ્રતિનિધિની પ્રતિમા લાગેલી હતી. આજે દેશે તે સ્થાન પર નેતાજીની મૂર્તિ સ્થાપના કરીને, સશક્ત ભારતની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી દીધી છે.
Speaking at inauguration of the spectacular 'Kartavya Path' in New Delhi. https://t.co/5zmO1iqZxj
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથની બંને બાજુના વિસ્તારને ‘સેન્ટ્રલ વિસ્ટા’ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, રેલવે ભવન, સંસદ ભવન, કૃષિ ભવન, નિર્માણ ભવન, ઉદ્યોગ ભવન, રક્ષા ભવન, રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય આર્કાઈવ્સ, બીકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ સહિત કેટલીય સરકારી બિલ્ડિંગો છે. અત્યારે હાલ થોડાં જ વિસ્તારોને સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યા છે, બાકીના ભાગોને પુનઃનિર્માણ બાદ ખોલવામાં આવશે.
સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ માટે શું કરવામાં આવ્યું?
સેન્ટ્ર્લ વિસ્ટા પુર્નવિકાસ પરિયોજના હેઠળ ત્રિકોણીય આકારનું નવું સંસદ ભવન, બધા જ મંત્રાલયો માટે કેન્દ્રીય સચિવાલય, નવા કાર્યાલય, વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટર લાંબા રાજપથમાં વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે આવાસનું નિર્માણ કરવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પર સ્થિત વિરાસત બિલ્ડિંગો જેવી કે સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક જેવા કેટલાંક જૂના ભવનોને તોડી પાડવામાં આવ્યા છે. જેથી નવી જરૂરિયાતોને પૂરી કરી શકાય.
#WATCH | PM Narendra Modi unveils the statue of Netaji Subhas Chandra Bose beneath the canopy near India Gate
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી જવા માટેના માર્ગ રાજપથનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવામાં આવ્યું છે. તેના ત્રણ ભાગમાંથી પહેલો ભાગ એટલે કે માનસિંહ રોડથી જનપથ, જનપથથી રફી માર્ગ જાહેર જનતા માટે ખોલવામાં આવશે. બાકીના બે ભાગ- ઈન્ડિયા ગેટ અને સી-હેક્સાગન પછી ખોલવામાં આવશે. આ એવન્યૂનું પાર્કિંગ શરૂઆતના એક-બે મહિના માટે ફ્રી રહેશે, બાદમાં તેના ભાવ નવી દિલ્હી નગરપાલિકા નિગમ દ્વારા નક્કી કરવામાં આવશે. અહીં 1125 કાર અને 40 બસના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રવાસીઓ ખરીદી પણ કરી શકશે
મુલાકાત માટે આવનારા લોકો શોપિંગ પણ કરી શકશે. આ ઉપરાંત 5 વેન્ડિંગ ઝોન પણ હશે. દરેક ઝોનમાં 40-40 વેન્ડર હશે. વેન્ડર નાના-નાના બાસ્કેટોમાં સામાન વેચી શકશે. આ રીતે લગભગ 200 વેન્ડર હશે. ત્યાં 8-8 દુકાનોના બે બ્લોક પણ તૈયાર કરવામાં આવ્યાં છે. દિલ્હી પ્રવાસનના સહયોગથી રાજ્યોને આ દુકાનો આપવામાં આવી છે અને અહીં અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ પણ લોકોને મળી શકશે. પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર